Not Set/ દીપિકા પાદુકોણની 3 થી 4 રાઉન્ડમાં થઇ શકે છે પૂછપરછ, NCB એ જપ્ત કર્યો ફોન

સુશાંત સિંહ રાજપૂત કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની પુછપરછ કરવામાં આવી રહી છે. આજે સવારે દીપિકાને એનસીબી ઓફિસમાં બોલાવવામાં આવી હતી. તેની ડ્રગ્સ ચેટ તેના મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે મળી હતી, ત્યારબાદ તેને સમન્સ મોકલવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેપીએસ મહલોત્રા અને તેની ટીમના અધિકારીઓ ઉપરાંત એનસીબીની એક મહિલા અધિકારી પણ દીપિકાની […]

Uncategorized
66665fb4e032dfe5af96f770e3d3aefc દીપિકા પાદુકોણની 3 થી 4 રાઉન્ડમાં થઇ શકે છે પૂછપરછ, NCB એ જપ્ત કર્યો ફોન

સુશાંત સિંહ રાજપૂત કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની પુછપરછ કરવામાં આવી રહી છે. આજે સવારે દીપિકાને એનસીબી ઓફિસમાં બોલાવવામાં આવી હતી. તેની ડ્રગ્સ ચેટ તેના મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે મળી હતી, ત્યારબાદ તેને સમન્સ મોકલવામાં આવ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કેપીએસ મહલોત્રા અને તેની ટીમના અધિકારીઓ ઉપરાંત એનસીબીની એક મહિલા અધિકારી પણ દીપિકાની પૂછપરછ રૂમમાં હાજર છે. દીપિકા પાદુકોણનો મોબાઇલ ફોન એનસીબી દ્વારા અલગ રાખવામાં આવ્યો છે. કરિશ્મા, જયા અને દીપિકાની ડ્રગ્સ ચેટ અંગે સીધા સવાલો ઉભા થઈ રહ્યા છે.

દીપિકા પાદુકોણના આગમન પછી તેના મેનેજર કરિશ્મા પ્રકાશ પણ એનસીબી ઓફિસ પહોંચી ગયા છે. શુક્રવારે એનસીબી દ્વારા પણ કરિશ્માની પૂછપરછ કરવામાં આવી હતી. હવે ફરી દીપિકા સામે બેસીને સવાલો કરવામાં આવી શકે છે.

અભિનેત્રી સારા અલી ખાનને પણ આ પૂછપરછમાં હાજર રહેવું પડ્યું હતું. જો કે, તેમણે એનસીબી ઓફિસ સુધી પહોંચવા માટે થોડી વધુ છુટછાટ માંગી છે. સારા અલી ખાન પૂછપરછ માટે બપોરે એનસીબી ઓફિસ પહોંચી હતી

એવું કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર બંને એએનસીબી સાથે પ્રશ્ન કરતા પહેલા તેમની કાયદાકીય ટીમની સલાહ લે છે, જેના માટે બંનેએ એનસીબી પાસે સમય માંગ્યો છે. એનસીબીએ બંનેને મંજૂરી આપી છે. સારા તેની માતા અમૃતા સિંહ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કાનૂની ટીમની સલાહ લઈ રહી છે. હવે એ જોવું રહ્યું કે એનસીબી સામે આ બંને શું કહે છે.

દીપિકાને ચાર રાઉન્ડમાં કરી શકાય છે પૂછપરછ

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એનસીબી દીપિકા પાદુકોણની ત્રણથી ચાર રાઉન્ડમાં પૂછપરછ કરી શકે છે. પહેલા રાઉન્ડમાં જયા સાહા અને કરિશ્મા પ્રકાશના નિવેદન વિશે સવાલ જવાબો હોઈ શકે છે, જ્યારે બીજા રાઉન્ડમાં વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ, ચેટ અને તેમના ફોન્સ વિશે સવાલ પૂછવામાં અવી શકે છે. ત્રીજા રાઉન્ડમાં દીપિકાને તપાસ વિશે પૂછવામાં આવી શકે છે અને ચોથા રાઉન્ડમાં દીપિકા અને કરિશ્માનો મુકાબલો થઈ શકે છે. બંને એક સાથે બેસીને એક બીજાનો સામનો કરશે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.