Not Set/ દુનિયાનાં ટોપ 10 અરબપતિઓની લિસ્ટમાં હવે મુકેશ અંબાણી સામેલ

ભારત જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણીનું નામ વિશ્વનાં 10 અબજોપતિઓમાં જોડાયું છે. છેલ્લા બે મહિનામાં તેમની કંપનીનાં ડિજિટલ પ્લેટફોર્મ રિલાયન્સ જિઓમાં વિદેશી રોકાણ અને અનેક વૈશ્વિક કંપનીઓ સાથેનાં વ્યવસાય બાદ અંબાણી વિશ્વનાં ટોચનાં 10 અબજોપતિઓમાંના એક બની ગયા છે. આ યાદીમાં તે એકમાત્ર એશિયન શખ્સ છે. બ્લૂમબર્ગ […]

Business
93be1aaabe4e934df353b31c9c7dedaa દુનિયાનાં ટોપ 10 અરબપતિઓની લિસ્ટમાં હવે મુકેશ અંબાણી સામેલ

ભારત જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણીનું નામ વિશ્વનાં 10 અબજોપતિઓમાં જોડાયું છે. છેલ્લા બે મહિનામાં તેમની કંપનીનાં ડિજિટલ પ્લેટફોર્મ રિલાયન્સ જિઓમાં વિદેશી રોકાણ અને અનેક વૈશ્વિક કંપનીઓ સાથેનાં વ્યવસાય બાદ અંબાણી વિશ્વનાં ટોચનાં 10 અબજોપતિઓમાંના એક બની ગયા છે. આ યાદીમાં તે એકમાત્ર એશિયન શખ્સ છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 64.5 અબજ ડોલર થઇ ચુકી છે, જે તેમને વિશ્વનાં 10 સૌથી ધનિક લોકોમાંનાં એક બનાવે છે. આપને જણાવી દઈએ કે, તેમની કંપનીએ શુક્રવારે સંપૂર્ણ દેવાથી મુક્ત થવાની જાહેરાત કરી હતી. અંબાણીએ જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સે સમય પૂર્વે પોતાનું લક્ષ્ય પૂર્ણ કરી લીધું છે. કંપનીની હવે નેટ સંપત્તિ પર કોઈ દેવું નથી. રિલાયન્સે 31 માર્ચ 2021 સુધીમાં દેવું મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું હતું.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં, કંપનીએ તેના 53,૦૦૦ કરોડથી વધુ રાઇટ્સ ઇશ્યૂ કરીને પૈસા એકઠા કર્યા હતા, વળી તેણે તેના ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ જિઓ પ્લેટફોર્મ પર 1.6 લાખ કરોડનું વિદેશી રોકાણ વધાર્યું છે. કંપનીએ તે માટે ઘણા વિદેશી કંપનીઓની સાથે ડીલ કરી છે, જેમા ઇન્ટરનેટ જાયન્ટ ફેસબુક પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.