સુરતનાં ઉદ્યોગપતિ અને ખેડૂત દુર્લભ પટેલનાં બહુચર્ચીત અને આંટીધૂંટીથી ભરેલા આપઘાત કેસ મામલે સુરત પાટીદાર સમાજનાં આગેવાનો આગળ આવ્યા. ચોર્યાસી કડવા પાટીદાર સમાજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ CR પાટીલને આ મામલે રજૂઆત કરી છે. સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજે દુર્લભ પટેલ કેસમાં નિષક્ષ તપાસની થાઇ તેવી રજૂઆત સાથે માંગ કરી હતી.
સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ રજૂઆત કરવામાં આવી હતી કે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ થવી જોઇએ અને સાથે સાથે આ મામલામાં સામેલ તમામ દોષિતોને સજા મળ તેવી માંગ કરાવામાં આવી છે. આગેવાનો દ્વારા ઉભરો ઠાલવતા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો કે, આ મામલામાં પોલીસ યોગ્ય કાર્યવાહી નથી કરી રહી.
આપને જણાવી દઇએ કે, સુરતનાં ઉદ્યોગપતિ અને ખેડૂત દુર્લભ પટેલનાં બહુચર્ચીત અને આંટીધૂંટીથી ભરેલા આપઘાત કેસ અનેક પોલીસ કર્મીઓ પણ શંકાનાં દાયરામાં છે. ઉલ્લેખનીય છે કે, સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજનાં આગેવાનો સી.આર.પાટીલને તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
