Not Set/ દેવસ્થાનમ્ બોર્ડના કર્મચારીઓને મદદ માટે અંબાણી પરિવાર આગળ આવ્યો, 5 કરોડનું આપ્યું દાન

કહેવાય છે ને કે “મોરનાં ઇંડા ચીતરવા ન પડે” ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ અને મેનેજમેન્ટ બોર્ડને પાંચ કરોડનું દાન આપ્યા છે. આ સહાયથી બોર્ડના 650 કર્મચારીઓના પગારને લઈને કોઈ પણ પ્રકારનું સંકટ સર્જાશે નહીં. આ વખતે કોરોના રોગચાળાને કારણે ચારધામ યાત્રા પર અસર થઈ છે. ભક્તો ખૂબ ઓછી સંખ્યામાં આવ્યા અને આવી રહ્યા છે.   […]

Uncategorized
faf2897885b84795e34b9c1f640a7d33 1 દેવસ્થાનમ્ બોર્ડના કર્મચારીઓને મદદ માટે અંબાણી પરિવાર આગળ આવ્યો, 5 કરોડનું આપ્યું દાન

કહેવાય છે ને કે “મોરનાં ઇંડા ચીતરવા ન પડે”

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ અને મેનેજમેન્ટ બોર્ડને પાંચ કરોડનું દાન આપ્યા છે. આ સહાયથી બોર્ડના 650 કર્મચારીઓના પગારને લઈને કોઈ પણ પ્રકારનું સંકટ સર્જાશે નહીં. આ વખતે કોરોના રોગચાળાને કારણે ચારધામ યાત્રા પર અસર થઈ છે. ભક્તો ખૂબ ઓછી સંખ્યામાં આવ્યા અને આવી રહ્યા છે.  

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં દર વર્ષે આશરે 32 લાખ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાની મુલાકાત લે છે. આ વખતે કોરોનાને કારણે ભાગ્યે જ 60 હજાર ભક્તો આવ્યા છે. લગભગ એક લાખ આઠ હજાર રજિસ્ટ્રેશન કેન્સલ થઈ ચૂક્યાં છે. 2013 ની આપત્તિ પછીની સંખ્યા કરતા પણ આ સંખ્યા ખૂબ ઓછી છે. આ ઓછી સંખ્યાની અસર સીધી બોર્ડની આવક પર પણ પડી છે.

જ્યાં અગાઉ સામાન્ય સ્થિતિમાં દર વર્ષે લગભગ 55 કરોડનું દાન મળતું હતું, આ વખતે તે બે કરોડ સુધી પહોંચ્યું નથી. જ્યારે દર મહિને કર્મચારીઓના પગાર પાછળ લગભગ બે કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આ મુશ્કેલ સંજોગોમાં, અંબાણી પરિવાર તરફથી ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડને મળેલા 5 કરોડને મોટી રાહત માનવામાં આવે છે.

બોર્ડના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી બી.ડી.સિંઘની વિનંતી પર અનંત અંબાણીએ દેવસ્થાન બોર્ડને પાંચ કરોડ આપ્યા હતા. અનંત અંબાણી ભૂતકાળમાં શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના ભૂતપૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. બી.ડી.સિંહે કહ્યું કે મુકેશ અંબાણી સહિતના સમગ્ર અંબાણી પરિવારને શ્રી બદ્રીનાથ અને કેદારનાથ સહિત ચારેય ધામોમાં અપાર વિશ્વાસ છે.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ ધામ હંમેશા તેમના દ્વારા સહાય કરવામાં આવે છે. દેવસ્થાન બોર્ડના મીડિયા પ્રભારી ડો.હરીશ ગૌરે જણાવ્યું હતું કે દેવસ્થાનમ બોર્ડના કર્મચારીઓએ રાજ્ય સરકાર, દેવસ્થાનમ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, રવિનાથ રમણ અને અધિક મુખ્ય કાર્યકારી અધિકારી બી.ડી.સિંઘ, ઉદ્યોગપતિ અનંત અંબાણી સાથે આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews