Not Set/ દેશને સંકટમાં પહોંચાડીને ઉકેલ શોધવાના બદલે મોદી સરકાર શાહમૃગ બની જાય છે : રાહુલ ગાંધી

  કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સોમવારે સવારે એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, “દેશ દરેક ખોટી દોડમાં આગળ છે – કોરોના ચેપના આંકડા હોય કે ઘટતુ જીડીપી હોય.” રાહુલે મોદી સરકારની તુલના ‘શાહમૃગ‘ સાથે કરી હતી અને કહ્યું હતું કે, દેશને સંકટમાં મૂકીને તેઓ કોઈ સમાધાન શોધી શકતા […]

Uncategorized
3d64df8ed20b0f48719777dcaa748738 1 દેશને સંકટમાં પહોંચાડીને ઉકેલ શોધવાના બદલે મોદી સરકાર શાહમૃગ બની જાય છે : રાહુલ ગાંધી
 

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સોમવારે સવારે એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, “દેશ દરેક ખોટી દોડમાં આગળ છે – કોરોના ચેપના આંકડા હોય કે ઘટતુ જીડીપી હોય.” રાહુલે મોદી સરકારની તુલના શાહમૃગસાથે કરી હતી અને કહ્યું હતું કે, દેશને સંકટમાં મૂકીને તેઓ કોઈ સમાધાન શોધી શકતા નથી. તેમણે લખ્યું, “મોદી સરકાર દેશને સંકટમાં પહોંચાડીને ઉકેલ શોધવાના બદલે શાહમૃગ બની જાય છે.” જીડીપીનાં ઘટાડા માટે એક દિવસ અગાઉ રાહુલે જીએસટીને જવાબદાર ઠેરવ્યો હતો. તે તેને ગબ્બર સિંહ ટેક્સકહે છે.

રાહુલ ગાંધી આ દિવસોમાં એક વીડિયો સિરીઝ ચલાવી રહ્યા છે. જેમા, તે સમકાલીન મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. રવિવારે પોસ્ટ કરેલા વીડિયોમાં તેમણે જીએસએટીને લઇને નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, અર્થવ્યવસ્થાનાં અસંગઠિત ક્ષેત્ર પર આ બીજો મોટો હુમલો છે. તેના ખામીયુક્ત અમલીકરણથી અર્થતંત્રનો નાશ થયો છે.વીડિયોમાં રાહુલે કહ્યું કે, જીએસટી એ યુપીએ સરકારનો વિચાર હતો. એક ટેક્સ, સરળ ટેક્સ અને સાધારણ, પરંતુ એનડીએએ તેને જટિલ બનાવી દીધુ છે.

રાહુલે કહ્યું, “એનડીએ સરકાર દ્વારા લાગુ કરાયેલા જીએસટીમાં ચાર જુદા જુદા ટેક્સ છે. 28 ટકાનો ટેક્સ છે તે ખૂબ જટિલ છે. તે સમજવું ખૂબ મુશ્કેલ છે.” તેમણે કહ્યું કે જેઓ નાના અને મધ્યમ ઉદ્યોગો છે તે આ કર ચૂકવી શકતા નથી, જ્યારે મોટી કંપનીઓ સરળતાથી ભરી શકે છે, તેઓ પાંચ-દસ એકાઉન્ટન્ટ્સ રાખી શકે છે. ગાંધીએ પ્રશ્નમાં કહ્યું, “દેશમાં આ ચાર જુદા જુદા ટેક્સ રેટ કેમ છે. આ એટલા માટે છે કારણ કે સરકાર ઇચ્છે છે કે જેની જીએસટી સુધી પહોંચ છે તે આ આસાનીથી બદલી શકે છે અને જેની જીએસટીની પહોંચ ન હોય તે જીએસટી વિશે કઇ જ કરી ન શકે. ભારતનાં 15-20 ઉદ્યોગપતિઓની પહોંચ છે તો તે આ ટેક્સનાં કાયદાને બદલવા ઇચ્છે છે તો તે આ જીએસટી રેજીમને સરળતાથી બદલી શકે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.