Not Set/ IPL 2020/ રોમાંચક મેચમાં ચેન્નાઈએ મુંબઈને 5 વિકેટે હરાવ્યું, ફેફ ડુ પ્લેસીસે અણનમ બનાવ્યા…

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) ની 13 મી સીઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) એ મુંબઈને 5 વિકેટથી હરાવીને પોતાના પ્રતિભાની ઓળખ આપી હતી. ચેન્નાઈ તરફથી પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ મુંબઇએ 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવ્યા હતા. જે ચેન્નાઈએ 4 બોલ બાકી રહીને 5 વિકેટ ગુમાવી બનાવી લીધા હતા. અંબાતી રાયડુએ 71 અને […]

Uncategorized
499c7957f16e62a2eda4820c91bcb873 IPL 2020/ રોમાંચક મેચમાં ચેન્નાઈએ મુંબઈને 5 વિકેટે હરાવ્યું, ફેફ ડુ પ્લેસીસે અણનમ બનાવ્યા...

 

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) ની 13 મી સીઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) એ મુંબઈને 5 વિકેટથી હરાવીને પોતાના પ્રતિભાની ઓળખ આપી હતી. ચેન્નાઈ તરફથી પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ મુંબઇએ 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવ્યા હતા. જે ચેન્નાઈએ 4 બોલ બાકી રહીને 5 વિકેટ ગુમાવી બનાવી લીધા હતા. અંબાતી રાયડુએ 71 અને ફાફ ડુ પ્લેસિસએ તેની અણનમ 58 રનની ઇનિંગ રમી હતી. એક સમયે ચેન્નાઈ માટે મેચ ખૂબ મુશ્કેલ બની રહી હતી, પરંતુ ધોનીએ ફરીથી આશ્ચર્યજનક નિર્ણય લીધો અને ઇંગ્લિશ યુવા ઓલરાઉન્ડર સેમ કુરૈનને તેની જગ્યાએ મોકલ્યો. ત્યારબાદ ચેન્નાઈને ત્રણ ઓવરમાં જીતવા માટે 29 રનની જરૂર હતી અને તે સમયે કુરૈને 6 બોલમાં 2 સિક્સરની મદદથી 18 રન બનાવ્યા અને ત્યાથી તેણે સુનિશ્ચિત કરી દીધુ કે, ચેન્નાઈ અહીંથી મેચ જીતી જશે અને ટૂંક સમયમાં ફાફ ડુ પ્લેસીસે તેના પર મહોર લગાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.