Not Set/ દેશનો મોટો સમુદાય દર મહિને 10,000 રૂપિયા કરતા પણ ઓછી આવક પર નભી રહ્યો છે …

  સરકારની કેટલીક નીતિઓનો ભોગ આજની યુવા પેઢીએ બનવું પડી રહ્યું છે. જેના પરિણામે, બેકારી અને આર્થિક અસમાનતા વિગેરેનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. જયારે  બેરોજગારીએ આજની યુવા પેઢીની મુખ્ય સમસ્યા છે. હાલમાં શહેરોમાંથી દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ બેરોજગાર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી એ કહ્યું છે કે એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન લગભગ 2.1 કરોડ પગારદાર […]

Business
89f23e45900a82f7740707a8e7005c18 દેશનો મોટો સમુદાય દર મહિને 10,000 રૂપિયા કરતા પણ ઓછી આવક પર નભી રહ્યો છે ...
 

સરકારની કેટલીક નીતિઓનો ભોગ આજની યુવા પેઢીએ બનવું પડી રહ્યું છે. જેના પરિણામે, બેકારી અને આર્થિક અસમાનતા વિગેરેનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. જયારે  બેરોજગારીએ આજની યુવા પેઢીની મુખ્ય સમસ્યા છે.

હાલમાં શહેરોમાંથી દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ બેરોજગાર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી એ કહ્યું છે કે એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન લગભગ 2.1 કરોડ પગારદાર કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી દે છે. આમાંથી ઓગસ્ટમાં લગભગ 33 લાખ નોકરીઓ ગઈ હતી અને જુલાઈમાં 48 લાખ લોકોએ નોકરી ગુમાવી છે.

SETAN extends ultimatum for release of pending salary | North East India  News

ભારતને દર વર્ષે લગભગ 1 કરોડ નોકરીની જરૂર હોય છે. પગાર પર કામ કરતા લગભગ 99 ટકા લોકો મહિનામાં 50 હજારથી ઓછી કમાણી કરે છે. માસિક 50 હજારથી વધુ પગાર હોય તો તે ભારતના પગારદાર જૂથના ટોચના એક ટકામાં આવે છે. આમ સંપત્તિ સત્તા પાસે જઈ રહી છે તેની સામે દેશમાં બેકારી વધી છે. સત્તામાં બેઠેલા લોકોની અણઆવડતના કારણે આમ થયું છે. આવો ભય દેશના આર્થિક નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો છે.

કર્મચારીઓમાં પુરુષના 86 ટકા અને 94 ટકા મહિલાઓની માસિક કમાણી 10,000 રૂપિયા કરતાં ઓછી છે. દેશના તમામ ખેડુતોમાં 86.૨ ટકા લોકો પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે. મોટી વસતીની દેશની સંપત્તિમાં 8.8 ટકા છે. 10 ટકા વસતી દેવું કરીને જીવે છે. આપણા દેશનો મોટો સમુદાય દર મહિને 10,000 રૂપિયા કરતા પણ ઓછી કમાણી કરવામાં સક્ષમ છે. સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયાના અહેવાલ મુજબ, લગભગ 92 ટકા મહિલા કામદારો અને 82 ટકા પુરુષ કામદારો દર મહિને 10,000 રૂપિયાથી ઓછી કમાણી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.