Not Set/ દેશભરમાં GST લાગુ મોદીએ કહ્યું- ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ

1લી જુલાઈથી જીએસટી દેશભરમાં લાગુ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન મોદીએ બટન દબાવી તેનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલા સંસદના સેન્ટ્રલ હોલમાં નાણામંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા રતન ટાટા, આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ પણ હાજર રહ્યા હતા.સેન્ટ્રલ હોલમાં સંબોધન કરતાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, […]

Uncategorized

1લી જુલાઈથી જીએસટી દેશભરમાં લાગુ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન મોદીએ બટન દબાવી તેનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલા સંસદના સેન્ટ્રલ હોલમાં નાણામંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા રતન ટાટા, આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ પણ હાજર રહ્યા હતા.સેન્ટ્રલ હોલમાં સંબોધન કરતાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, 14 વર્ષની યાત્રા તેના મુકામ સુધી પહોંચી. જીએસટી મારા માટે ઐતિહાસિક અવસર છે. કારણકે નાણામંત્રી તરીકે મેં તેની પહેલ કરી હતી. જીએસટીથી વ્યક્તિગત રીતે મને ખૂબ સંતોષ મળ્યો.રાષ્ટ્રનિર્માણમાં કેટલીક એવી ક્ષણો આવે છે જેના પર આપણે કોઈ નવા મુકામ પર પહોંચવાનો પ્રયત્ન કરીએ થછીએ. આજે મધરાતથી આપણે સૌ મળીને દેશના આગળનો માર્ગ સુનિશ્ચિત કરવા જઈ રહ્યા છીએ. થોડીવારમાં દેશ એક નવી વ્યવસ્થા પર દોડી પડશે. જીએસટીની આ પ્રક્રિયા અર્થતંત્ર પૂરતી મર્યાદીત છે તેમ હું નથી માનતો.