Not Set/ દેશમાં કોરોનાનાં કેસ પહોંચ્યા 40 લાખને પાર, વિશ્વમાં બીજા સ્થાનથી હવે થોડુ દૂર છે ભારત

  શુક્રવારની મોડી રાત સુધીમાં, કોરોના વાયરસનાં 80 હજારથી વધુ નવા કેસો નોંધાયા છે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 40.12 લાખને વટાવી ગઈ છે, જ્યારે 1023 કોરોના દર્દીઓનાં મોતથી મૃતકોની સંખ્યા 70 હજારની નજીક પહોંચી ગઈ છે. 40 લાખથી વધુ કેસો સાથે ભારત હવે વિશ્વનાં બીજા સ્થાને પહોંચી જ જવા આવ્યું છે. ચેપનાં મામલે યુ.એસ. પ્રથમ અને […]

Uncategorized
a3ab258d62889664b14f9b0c2493496e 1 દેશમાં કોરોનાનાં કેસ પહોંચ્યા 40 લાખને પાર, વિશ્વમાં બીજા સ્થાનથી હવે થોડુ દૂર છે ભારત
 

શુક્રવારની મોડી રાત સુધીમાં, કોરોના વાયરસનાં 80 હજારથી વધુ નવા કેસો નોંધાયા છે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 40.12 લાખને વટાવી ગઈ છે, જ્યારે 1023 કોરોના દર્દીઓનાં મોતથી મૃતકોની સંખ્યા 70 હજારની નજીક પહોંચી ગઈ છે.

40 લાખથી વધુ કેસો સાથે ભારત હવે વિશ્વનાં બીજા સ્થાને પહોંચી જ જવા આવ્યું છે. ચેપનાં મામલે યુ.એસ. પ્રથમ અને બ્રાઝિલ બીજા ક્રમે છે. વૈશ્વિક મહાસત્તા ગણાતા યુ.એસ. માં, કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 61 લાખને પાર કરી 61,49,289 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 1,86,786 લોકોએ જીવ ગુમાવ્યો છે. વિશ્વનાં કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાં બીજા સ્થાને બ્રાઝિલ છે, જ્યા અત્યાર સુધીમાં 40,41,638 લોકો તેની ઝપટમાં આવી ગયા છે જ્યારે 1,24,638 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશનાં વધતા જતા કહેર વચ્ચે રાહતની વાત એ છે કે સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

ચિંતાજનક બાબત છે કે સ્વસ્થ થતા દર્દીઓની તુલનામાં નવા ચેપગ્રસ્ત દર્દીઓમાં વધારો થવાનું ચાલુ છે, જેના કારણે સક્રિય કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 20.95 ટકા છે અને રોગમુક્ત થતો દર 77.25 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.73 ટકા છે. સ્વસ્થ થતા દર્દીઓની દર ગત દિવસનાં 77.21 ટકાથી સુધરીને આજે 77.25 ટકા પર પહોંચી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.