Not Set/ દેશમાં ભૂકંપનો દૌર યથાવત, હવે આ વિસ્તારમાં આવ્યો ધરતીકંપ

દેશમાં કોરોનાની સાથે ભૂંકપનાં આંકડાઓ પણ વધી રહ્યા છે. તમે છેલ્લા ઘણા દિવસોથી સાંભળતા આવ્યો છે કે આજે દેશમાં કોઇને કોઇ જગ્યાએ ભૂકંપ આવ્યો છે. જેનો સિલસિલો હજુ પણ યથાવત છે. જી હા, મળી રહેલી માહિતી મુજબ આજે સવારે 9.50 વાગ્યે મહારાષ્ટ્રનાં નાસિકથી 103 કિમી પશ્ચિમમાં અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં […]

Uncategorized
d7fc0369b618cd934f159fa63c2fab75 1 દેશમાં ભૂકંપનો દૌર યથાવત, હવે આ વિસ્તારમાં આવ્યો ધરતીકંપ

દેશમાં કોરોનાની સાથે ભૂંકપનાં આંકડાઓ પણ વધી રહ્યા છે. તમે છેલ્લા ઘણા દિવસોથી સાંભળતા આવ્યો છે કે આજે દેશમાં કોઇને કોઇ જગ્યાએ ભૂકંપ આવ્યો છે. જેનો સિલસિલો હજુ પણ યથાવત છે. જી હા, મળી રહેલી માહિતી મુજબ આજે સવારે 9.50 વાગ્યે મહારાષ્ટ્રનાં નાસિકથી 103 કિમી પશ્ચિમમાં અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રનાં પાલઘર ખાતે મોડી રાત્રીએ 1.05 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા 3.1 હતી અને સોમવારે મહારાષ્ટ્રનાં પાલઘરમાં ઘણી વખત ભૂકંપ આવ્યો હતો. પાલઘર આ દિવસોમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. સોમવારે સવારે આઠ વાગ્યે અહીં હળવા ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 3.5 હતી. ઓછી તીવ્રતાને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નહોતુ.

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા ભારતના વિવિધ ભાગોમાં વારંવાર અનુભવાઈ રહ્યા છે. ગયા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં ઘણા ભૂકંપ આવ્યા છે. સોમવારે રાત્રે અંદમાન અને નિકોબારમાં ભૂકંપ આવ્યો હતો. આ ઉપરાંત રવિવારે અરુણાચલ પ્રદેશ, નિકોબાર દ્રીપ સમુહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અંડમાન-નિકોબાર ભૂકંપનું રિક્ટર સ્કેલ પર 4 માપાયું. ભૂકંપનું કેન્દ્ર દિગલીપુરથી 20 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું. મળતી માહિતી મુજબ સોમવારે બપોરે 3 વાગ્યે અંડમાન અને નિકોબારમાં ભૂકંપ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.