Not Set/ દેશમાં મોંઘવારીની માર, ટામેટા થયા ગુસ્સેથી લાલ

  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ટામેટાંના છૂટક ભાવ પ્રતિ કિલો દીઠ રૂ. 80 થી 85 સુધી પહોંચી ગયો છે. ખાનગી વેપારીઓનાં જણાવ્યા મુજબ ઉત્પાદક ક્ષેત્રોમાં અપૂર્તિ ઓછી રહેવાના કારણે ટામેટા મોંઘા થઇ રહ્યા છે. ટામેટાનાં ભાવ જૂનથી મજબૂત બની રહ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન ટામેટાનાં ભાવો પ્રતિ કિલો 50 થી 60 રૂપિયાનાં દરે ચાલી રહ્યા […]

Business
98ac70bd99923bc80f58c3a612e83134 દેશમાં મોંઘવારીની માર, ટામેટા થયા ગુસ્સેથી લાલ
 

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ટામેટાંના છૂટક ભાવ પ્રતિ કિલો દીઠ રૂ. 80 થી 85 સુધી પહોંચી ગયો છે. ખાનગી વેપારીઓનાં જણાવ્યા મુજબ ઉત્પાદક ક્ષેત્રોમાં અપૂર્તિ ઓછી રહેવાના કારણે ટામેટા મોંઘા થઇ રહ્યા છે. ટામેટાનાં ભાવ જૂનથી મજબૂત બની રહ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન ટામેટાનાં ભાવો પ્રતિ કિલો 50 થી 60 રૂપિયાનાં દરે ચાલી રહ્યા છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે, ઉત્પાદક વિસ્તારોમાંથી નવા પાકની ઓછું આવક થવાને કારણે આ અઠવાડિયે ટામેટાનાં ભાવમાં વધુ વધારો થયો છે. શનિવારે ટામેટા ગુણવત્તા અને જુદા જુદા વિસ્તારો પ્રમાણે દિલ્હીમાં 80 થી 85 રૂપિયામાં વેચાઇ રહ્યા હતા. જો કે સરકારનાં આંકડા મુજબ, દિલ્હીમાં ટામેટાનાં છૂટક ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો છે. ટામેટા 78 રૂપિયામાં મધર ડેરીનાં સફળ આઉટલેટમાં વેચાઇ રહ્યા છે.

ઇ-કોમર્સ કંપની ગ્રોફર્સ ટોમેટોઝ 74 થી 75 કિલો અને બિગ બાસ્કેટ 60 રૂપિયા કિલો વેચી રહી છે. એશિયાનાં સૌથી મોટા જથ્થાબંધ ફળ અને શાકભાજીનાં બજાર આઝાદપુરમાં ટામેટાનાં ભાવ 40 થી 60 રૂપિયા ચાલી રહ્યા છે. આઝાદપુર મંડીનાં પીપીએ ટોમેટો એસોસિએશનનાં અશોક કૌશિકે જણાવ્યું હતું કે, ઉત્પાદક વિસ્તારોમાંથી સપ્લાય ટૂંકા થવાના અહેવાલોને લીધે ટામેટાનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.