Not Set/ ધરોઇ ડેમમાંથી સાબરમતી માં પાણી છોડવામાં આવ્યું : રિવરફ્રન્ટના તમામ વોક-વે બંધ

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી આફતની સ્થિતિ સર્જાઇ છે, જયારે શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. તથા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદને કારણે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે સાબરમતી નદીમાં પાણી આવ્યું છે. ધરોઇ ડેમમાંથી 1 લાખથી વધારે ક્યુસેક પાણી છોડાયુ હતું. જેને પગલે અમદાવાદ રિવરફ્રન્ટના તમામ વોક-વે બંધ […]

Gujarat

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી આફતની સ્થિતિ સર્જાઇ છે, જયારે શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. તથા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદને કારણે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે સાબરમતી નદીમાં પાણી આવ્યું છે. ધરોઇ ડેમમાંથી 1 લાખથી વધારે ક્યુસેક પાણી છોડાયુ હતું. જેને પગલે અમદાવાદ રિવરફ્રન્ટના તમામ વોક-વે બંધ કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત પણ મુકી દેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં 3 હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. તમામ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠ્વાયો છે. રાહદારીઓ કે વાહન ચાલકોને ઊભા રહેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ધરોઇની સપાટી સતત વધી રહી છે. વાસણા બેરેજના 26 ગેટ ખોલવામાં આવતા દસ્કોઇ તાલુકા સહિત જિલ્લાના ૫૦૦ લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જવાયા છે.

સાબરમતી નદીના કિનારાના ગામોને અસર થવાની સંભાવનાના પગલે જિલ્લાના 30 જેટલા ગામોને ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના આદેશથી વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. નીચાણવાળા ગામોને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે.

તો આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સાથે 27મી જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. અત્યાર સુધી આ સીઝનમાં કુલ 21 ઇંચ વરસાદ નોંધાયો છે