Not Set/ નલિયા દુષ્કર્મ મામલોઃ પોલીસે 3 આરોપી ઝડપી પાડ્યા, ટોટલ 8 આરોપી ઝબ્બે

કચ્છઃ  નલિયા દુષ્કર્મ મામલે પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ પહેલા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ મામલે 8 આરોપી પોલીસ સંકજામાં આવી ગયા છે. આ સમગ્ર પ્રકરમાં ભાજપના મોટા માથાના નામ સકળાયેલા છે. જેમા બીજેપીના ચાર નેતાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે દિલ્હીથી પણ […]

Uncategorized
url 1 નલિયા દુષ્કર્મ મામલોઃ પોલીસે 3 આરોપી ઝડપી પાડ્યા, ટોટલ 8 આરોપી ઝબ્બે

કચ્છઃ  નલિયા દુષ્કર્મ મામલે પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ પહેલા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ મામલે 8 આરોપી પોલીસ સંકજામાં આવી ગયા છે.

આ સમગ્ર પ્રકરમાં ભાજપના મોટા માથાના નામ સકળાયેલા છે. જેમા બીજેપીના ચાર નેતાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે દિલ્હીથી પણ સતત દબાણ કરવામાં આવી રહ્યું છે કે, આ મામલને જલ્દી સંકેલી લેવામાં આવે.

પીડિતાએ પોલીસ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે આરોપીઓ યુવતીઓને નોકરીમાં રાખતા હતા. તેમજ પોતાના ધંધાના વિસ્તાર અને વિકાસ માટે તેનો ઉપયોગ કરતા હતા. નોકરીએ રખાયેલી યુવતીઓ પર દુષ્કર્મ કરતા હતા તેમજ તેનું વીડિયો રેકોર્ડીંગ પણ કરતા  હતા.

દુષ્કર્મની વીડિયો ક્લિપીંગ વાઈરલ કરવાની ધમકી આપીને આરોપીઓ તેનું બ્લેકમેઈલીંગ કરતા  હતા. તેમજ અવારનવાર આ ક્લિપીંગને લઈને પોતાની ‘ડીલ’ પૂરી કરવા માટે પણ લાચાર યુવતીઓનો ઉપયોગ કરતા હતા.

બીજી  બાજુ પ્રદેશ કોંગ્રેસના મંત્રી શૈલેન્દ્રસિંહજાડેજાએ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી છે કે સમગ્ર કાંડમાં મોટા માથાઓ એ રાજકારણીઓની સંડોવણી  હોઈ, તટસ્થ તપાસ થાય તેવી માગણી કરી છે.