Not Set/ નવસારીઃ વેસ્મા ગામ પાસે કમકમાટી ભરેલા અકસ્તામાં 4 ના મોત

નવસારીઃ  નેશનલ હાઇવે નંબર -8 પર ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. ગુરુવાર રાતે મુંબઇથી સુરત જઇ રહેલી મારૂતિ સ્વિફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઇડર પર ચઢી જતા કાર સામેથી આવતા ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતમાં ચાર યુવાનોના ઘટના સ્થાળે જ મોત થયા હતા. નવસારીના વેસ્મા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે-8 પર […]

Uncategorized

નવસારીઃ  નેશનલ હાઇવે નંબર -8 પર ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. ગુરુવાર રાતે મુંબઇથી સુરત જઇ રહેલી મારૂતિ સ્વિફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઇડર પર ચઢી જતા કાર સામેથી આવતા ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતમાં ચાર યુવાનોના ઘટના સ્થાળે જ મોત થયા હતા.

નવસારીના વેસ્મા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે-8 પર ક્રિષ્ના હોટલ સામે મુંબઈથી સુરત તરફ જઈ રહેલી મારુતિ સ્વિફ્ટ કાર નંબર- જીજે-21-એએચ-3899 પુરપાટ ઝડપે ડિવાઈડર પર ચઢી જતાં કાર હવામાં ફંગોળાઈ સુરતથી મુંબઈ તરફ જઈ રહેલી ટ્રક નંબર – એમએચ-11-બીકે-4955 સાથે ધડાકાભેર અથડાઈ હતી.  ત્યાર બાદ કાર પાછી મુંબઈથી અમદાવાદ જતાં રોડ પર પટકાતા કારમાં સવાર ચાર યુવાનોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. કારનો ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો હતો. સ્થાનિકો અને પોલીસે કાર કાપી તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે ડેડબોડી નવસારી સિવિલ ખાતે ખસેડી હતી. તમામ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા હતા અને ટેક્ક્ષટાઈલ વ્યવસાય સાથે સંકળાયેલા હતાં.

1) પરમેશ રાણા
2) સુમિત યદુનાથ યાદવ
3) આલોક મિશ્રા
4) અમિત મિશ્રા