Not Set/ નવસારી પોલીસની અનોખી રેડ, વૃદ્ધાને રાત્રે 12 વાગે પાઠવી જન્મ દિવસની શુભેચ્છા

નવસારીઃ શહેર પોલીસે રાજ્યમાં સારી છાપ ઉપસાવવા માટે એક એનોખી રેડ પાડી હતી. આ રેડ કોઇ ગુનેગારને પકડવા માટે નહિ પણ એક વૃદ્ધાને તેના જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા  માટે હતી. સમાજમાં વ્યાપેલી પોલીસની નેગેટિવ છાપને દૂર કરવા માટે પોલીસે આ કાર્યવાહી કરી હતી. નવસારી ટાઉન પોલીસના જવાનો સહિત અધિકારીઓ ગત રાત્રી એ એક ખાસ મિશન […]

Uncategorized
8258 2 નવસારી પોલીસની અનોખી રેડ, વૃદ્ધાને રાત્રે 12 વાગે પાઠવી જન્મ દિવસની શુભેચ્છા

નવસારીઃ શહેર પોલીસે રાજ્યમાં સારી છાપ ઉપસાવવા માટે એક એનોખી રેડ પાડી હતી. આ રેડ કોઇ ગુનેગારને પકડવા માટે નહિ પણ એક વૃદ્ધાને તેના જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા  માટે હતી. સમાજમાં વ્યાપેલી પોલીસની નેગેટિવ છાપને દૂર કરવા માટે પોલીસે આ કાર્યવાહી કરી હતી.

નવસારી ટાઉન પોલીસના જવાનો સહિત અધિકારીઓ ગત રાત્રી એ એક ખાસ મિશન હાથ ધર્યું હતું. શહેરના મુખ્ય માર્ગે થઈ પોલીસે કોઈ જગ્યાએ બરાબર રાત્રે બાર વાગ્યે રેડ કરવાની હતી. પોલીસનો કાફલો શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા સિટી સ્કવેર એપાર્ટમેન્ટ પાસે આવીને અટકી જાય છે. જ્યાં ઉભેલા લોકોમાં ગણગણાટ શરૂ થાય છે કે આજે કોને પોલીસ પકડવા આવી છે. એજ આશ્ચર્ય સાથે બધા પોલીસ ટિમની પાછળ જઈ રહ્યા છે. ત્યાં પોલીસ કાફલો એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે પોહચી 602 નમ્બરના ફ્લેટની બેલ વગાડે છે. તે સાથેજ એક ઘરડા ડોસીમાં ફ્લેટનો દરવાજો ખોલતા જ ધબકારો ચુકી જતા સવાલ કરે છે કે કેમ આવ્યા છો.? અને સામે ઉભેલા પોલીસ ઇન્સ્પેક્ટર જવાબ આપે છે.કે હેપી બર્થડે આંટી, જે સાંભળતા જ ફ્લેટ નમ્બર 602 માં રહેતો મારોળિયા પરિવાર ભાવનાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા. અને પોલીસને આવકારે છે.અને ત્યાર પછી પોલીસ અને મારોલિયા પરિવાર અબાન આંટી નોભેગા મળી બર્થડે કેક કાપી જન્મ દિવસ હતો.

પોલીસને જોઈને સૌના મનમાં એક સવાલ ઉઠે કે, કેમ આવ્યા છો તે વ્યાજબી છે પરંતુ પોલીસ જો આ રીતે એક સિનિયર સીટીઝનને તેના બર્થડે ઉપર સરપ્રાઈઝ આપી સમાજમાં પોલીસની એક સકારાત્મક છાપ ઉભી કરવાનો પ્રયતન કહી શકાય.