Not Set/ નાણાંમંત્રી આજે સાંજે 4 વાગ્યે હોટેલ, આતિથ્ય ઉદ્યોગ અને ઉડ્ડયન ક્ષેત્રને લઇને કરી શકે છે મોટું એલાન

લૉકડાઉન 4.0 શરૂ થાય તે પહેલા નાણામંત્રીએ આત્મનિર્ભર ભારત પર ભાર આપી લૉકલ ખરીદો વૉકલ બનોનું સૂત્ર આપ્યું હતું. આપને જણાવી દઇએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ત્રીજી વખત પત્રકાર પરિષદ યોજીને કોરોના આર્થિક પેકેજને લગતી વિગતો શેર કરશે. કહેવામાં આવી રહ્યું છે કે નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે આતિથ્ય ઉદ્યોગને રાહતની ઘોષણા કરી […]

India
a1bdab9c652ef45d10c2b355027a7454 1 નાણાંમંત્રી આજે સાંજે 4 વાગ્યે હોટેલ, આતિથ્ય ઉદ્યોગ અને ઉડ્ડયન ક્ષેત્રને લઇને કરી શકે છે મોટું એલાન

લૉકડાઉન 4.0 શરૂ થાય તે પહેલા નાણામંત્રીએ આત્મનિર્ભર ભારત પર ભાર આપી લૉકલ ખરીદો વૉકલ બનોનું સૂત્ર આપ્યું હતું. આપને જણાવી દઇએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ત્રીજી વખત પત્રકાર પરિષદ યોજીને કોરોના આર્થિક પેકેજને લગતી વિગતો શેર કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે આતિથ્ય ઉદ્યોગને રાહતની ઘોષણા કરી શકે છે. આ ઉપરાંત, ખેડૂતોને લગતી ઘણી મહત્વપૂર્ણ જાહેરાતોની પણ સંભાવનાઓ છે. આ અગાઉ દેશનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે આર્થિક રાહતને લઇને બીજી વખત પત્રકાર પરિષદ કરી હતી. દરમિયાન પરપ્રાંતિય મજૂરો, સામાન્ય માણસો અને ખેડૂતો માટે એક વિશાળ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિરોધ પક્ષને તે ગમ્યું નહીં. તેના પર સવાલ પૂછવામાં આવ્યો કે રાહતનાં નામે ગરીબોને લોન આપવાની નીતિ કેમ? કોંગ્રેસે તેને અજ્ઞાનતા ગણાવી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ત્રીજા તબક્કાનાં રાહત પેકેજની ઘોષણા કરવા જઈ રહ્યા છે. ત્રીજા તબક્કામાં નાણાં પ્રધાન સેવા ક્ષેત્રને લગતા હોટલ, આતિથ્ય ઉદ્યોગ, પર્યટન, ઉડ્ડયન જેવા ક્ષેત્રમાં રાહત આપતા પેકેજની જાહેરાત કરી શકે છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર હોટલ, આતિથ્ય ઉદ્યોગ, પર્યટન, ઉડ્ડયન જેવા ક્ષેત્રો માટે સરકાર 2.5 લાખ કરોડથી વધુનાં પેકેજની જાહેરાત કરી શકે છે. આ સિવાય ફિશરી ઉદ્યોગ માટે પણ મોટી જાહેરાત છે. આજનાં પેકેજ દેશને આત્મનિર્ભર બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ભાર આપી શકે છે. આજે નાણાં પ્રધાન સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી ત્રીજા તબક્કામાં કયા ક્ષેત્રમાં કેટલુ પેકેજ આપવુ તેની જાહેરાત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.