Not Set/ નાણા મંત્રી અરૂણ જેટલીઅે રજૂ કર્યુ આર્થિક સર્વેક્ષણ

સંસદમાં રાખવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે 2016-17માં જીડીપીનો વૃદ્ધિદર 6.75 થી 7.5 ટકા રહેવાનો અંદાજ હતો. જે હવે મેળવવો મુશ્કેલ છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે વિનિમય દરમાં તેજી, કૃષિ લોન માફિ અને જીએસટી લાગૂ કરવાને કારણે શરૂઆતમાં પડકારોનો સામનો કરવો પડશે…જો કે આ પ્રથમ વર્ષ છે કે જ્યારે સરકારે કોઈ નાણાકિય વર્ષ માટે […]

India Business
gst essay નાણા મંત્રી અરૂણ જેટલીઅે રજૂ કર્યુ આર્થિક સર્વેક્ષણ

સંસદમાં રાખવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે 2016-17માં જીડીપીનો વૃદ્ધિદર 6.75 થી 7.5 ટકા રહેવાનો અંદાજ હતો. જે હવે મેળવવો મુશ્કેલ છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે વિનિમય દરમાં તેજી, કૃષિ લોન માફિ અને જીએસટી લાગૂ કરવાને કારણે શરૂઆતમાં પડકારોનો સામનો કરવો પડશે…જો કે આ પ્રથમ વર્ષ છે કે જ્યારે સરકારે કોઈ નાણાકિય વર્ષ માટે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ બે વખત રજૂ કરવો પડ્યો હોય. નાણા મંત્રી અરૂણ જેટલીએ 2016-17 માટે પ્રથમ આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરી 2017ના લોકસભામાં રાખ્યું હતું કારણ કે આ વખતે સામાન્ય બજેટ ફેબ્રુઆરીની શરૂઆતમાં જ રજૂ કરવામાં આવ્યું હતું. શુક્રવારના રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં ફેબ્રુઆરી બાદ અર્થવ્યવસ્થાની સામે ઉત્પન્ન નવી પરિસ્થિતિઓને રેખાંકિત કરવામાં આવી છે…જો કે જાન્યુઆરીમાં રજૂ થયેલા સર્વેક્ષણમાં વર્ષ 2016-17 દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 6.75થી 7.5 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.