Not Set/ નોટબંધીઃ હવે બચત ખાતામાંથી ઉપાડો 50,000 હજાર અઠવાડીયાનાં, આ મર્યાદા પણ 12 માર્ચ સુધી

નવી દિલ્હીઃ 20 ફેબ્રુઆરી એટલે કે, સોમવારથી સેવિંગ્સ ખાતામાંથી તમે હવે 50,000 રૂપિયા ઉપાડી શક્શો. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ નોટબંધી બાદ બચત ખાતામાં લગાવેલી મર્યાદા દૂર કરવાનું એલાન 8 ફેબ્રુઆરીના રોજ કર્યું હતું,  જે આજથી લાગુ થશે.  RBI મુજબ આ મર્યાદા ફક્ત 13 માર્ચ સુધઈ લાગુ રહેશે. ત્યાર બાદ બચત ખાતામાંથી પૈસા ઉપાડવાને લઇને […]

Uncategorized
atm નોટબંધીઃ હવે બચત ખાતામાંથી ઉપાડો 50,000 હજાર અઠવાડીયાનાં, આ મર્યાદા પણ 12 માર્ચ સુધી

નવી દિલ્હીઃ 20 ફેબ્રુઆરી એટલે કે, સોમવારથી સેવિંગ્સ ખાતામાંથી તમે હવે 50,000 રૂપિયા ઉપાડી શક્શો. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ નોટબંધી બાદ બચત ખાતામાં લગાવેલી મર્યાદા દૂર કરવાનું એલાન 8 ફેબ્રુઆરીના રોજ કર્યું હતું,  જે આજથી લાગુ થશે.  RBI મુજબ આ મર્યાદા ફક્ત 13 માર્ચ સુધઈ લાગુ રહેશે. ત્યાર બાદ બચત ખાતામાંથી પૈસા ઉપાડવાને લઇને મર્યાદા નહી રહે. ATM માથી ઉપાડવામાં આવતી રકમને પણ સેવિંગ્સ ખાતામાંથી કાઢવામાં આવેલી રકમ જ ગણવામાં આવશે.

8 નવેમ્બરની નોટબંધી બાદથી ખાતામાથી કાઢવામાં આવતી રકમ પર કેશની સપ્લાય પર માંગને પહોંચી વળવા માટે નાણાંની ઉપાડવા પર મર્યાદા લાદી દેવામાં આવી હતી. જેને સમય સમય પર સમીક્ષા કરવામાં આવી હતી. અને RBI એ 30 જાન્યુઆરીએ ચાલુ ખાતા, કેશ ક્રેડિટ અકાઉન્ટ્સ અને ઓવરડ્રાફ્ટ અકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા પર લાગેલી તમામ પ્રકારની મર્યાદા ખતમ કરવામાં આવી છે.

RBI એ 8 નવેમ્બરથી 1000 અને 500 રૂપિયાની નોટો પરના પ્રતિબંધ બાદ ખાતામાંથી નાણાં ઉપાડવા પર મર્યાદા લાદી દેવામાં આવી હતી. તે સમયે ATM માંથી નાણાં ઉપાડવાની વધારેમાં વધારે મર્યાદા 2,500 રાખવામાં આવી હતી. જેને બાદમાં વધારીને 4,500 કરવામાં આવી હતી. 1 જાન્યાઆરીથી RBI એ મર્યાદા વધારીને 10,000 રૂપિયા કરી દીધી હતી. અને કરંડ અકાઉન્ટ્સમાંથી મર્યાદા વધારીને 1 લાખ કરવામાં આવી હતી.