Not Set/ ન્યૂ યર પાર્ટીમાં દારૂ પીતા ઝડપાશો તો થશે 3 વર્ષની કેદ, વટહૂકમને રાજ્યપાલની મંજૂરી

અમદાવાદઃ  દારૂબંધીના કડક અમલ મુદ્દે બનાવાયેલા વટહુકમને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. રાજ્યપાલે આ વટહુકમને મંજૂરી આપી દીધી છે. વટહુકમમાં સજા અને દંડની જોગવાઈમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે દારૂબંધીને પણ કડક કરવાનો નિર્ણય લીધો છે. દારૂના ખરીદ-વેચાણ અને હેરફેર કરનારા ગુનેગારો 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીનો દંડ થશે. દારૂનો અડ્ડો ચલાવતા […]

Uncategorized

અમદાવાદઃ  દારૂબંધીના કડક અમલ મુદ્દે બનાવાયેલા વટહુકમને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. રાજ્યપાલે આ વટહુકમને મંજૂરી આપી દીધી છે. વટહુકમમાં સજા અને દંડની જોગવાઈમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે દારૂબંધીને પણ કડક કરવાનો નિર્ણય લીધો છે. દારૂના ખરીદ-વેચાણ અને હેરફેર કરનારા ગુનેગારો 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીનો દંડ થશે. દારૂનો અડ્ડો ચલાવતા બૂટલેગર અને તેના મદદગારને 10 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.

દારૂ પીને તોફાન કરનારને 3 વર્ષ સુધીની કેદની જોગવાઈ કરવામાં આવી છે. ગુનેગારોને નાસી જવામાં મદદ કરનાર અધિકારીને 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે, જ્યારે  કોઈ અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરે તો 5 વર્ષ સુધીની કેદ અને 5 લાખનો દંડની જોગવાઈ કરાઈ છે.

OBC એક્તા મંચના સ્થાપક અલ્પેશ ઠાકોરે દાંરૂબંધીને કડક અમલ કરાવવ માટે સરકાર સામે બાયો ચડાવી હતી. સમગ્ર રાજ્યમાં જાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવ્યું હતું. ગાંધીનગરમાં ધરણા પણ કર્યા હતા. ત્યારે સરકાર તરફથી બાહેધરી આપવામાં આવી હતી કે, દારૂબંધીનો વધુ કડક અમલ કરાવવામાં આવશે.