Not Set/ રાજધાની દિલ્હીમાં લોહીની હોળી

દેશની રાજધાની દિલ્હીમાં એક મહિલાને કારમાં ગોળી મારી હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. સવારે ગુરુદ્વારથી પાછા ફરતા એક પરિવાર પણ અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો. જેમાં એક મહિલાનું ગોળી વાગવાથી મોત થયું. મૃતક મહિલાનું નામ પ્રિયા મહેરા હતું અને તેની ઉમર ૩૦ વર્ષ હતી. મહિલાના પતિનું કહેવું છે કે વ્યાજખોરો દ્વારા આ હુમલો કરવામાં […]

Uncategorized
honour killing gun shot blood murder death રાજધાની દિલ્હીમાં લોહીની હોળી

દેશની રાજધાની દિલ્હીમાં એક મહિલાને કારમાં ગોળી મારી હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. સવારે ગુરુદ્વારથી પાછા ફરતા એક પરિવાર પણ અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો. જેમાં એક મહિલાનું ગોળી વાગવાથી મોત થયું. મૃતક મહિલાનું નામ પ્રિયા મહેરા હતું અને તેની ઉમર ૩૦ વર્ષ હતી. મહિલાના પતિનું કહેવું છે કે વ્યાજખોરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. કારણ કે થોડા વર્ષો પહેલા સોનીપત વિસ્તારના એક વ્યક્તિ પાસેથી ૫ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. જેનું ચક્રવૃતિ વ્યાજ ૪૦ લાખ થયું હતું. જેથી વ્યાજખોરો દ્વારા વારંવાર તેને મોતની ધમકી મળતી હતી. પંકજ મહેરા પહાડગંજ સ્થિત કિંગ બારના માલિક છે. જયારે મૃતક મહિલા હાઉસ વાઈફ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે કારમાં તેની સાથે પતી અને બે વર્ષનો પુત્ર પણ હતો. જો કે એ લોકોને કોઈ ઈજા પહોંચી નથી પરંતુ પ્રિયા મહેરાને ગળાના ભાગે ગોળી વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.