Not Set/ પંજાબમાં બોલ્યા રાહુલ ગાંધી – શીખોએ કરી હતી મારી દાદીની…

  કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી છેલ્લા બે દિવસથી નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પંજાબમાં ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે. મંગળવારે રાહુલ ગાંધીએ અનેક રેલીઓને સંબોધન કર્યું હતું. રાહુલે કહ્યું કે, પંજાબનાં લોકો અને શીખ લોકોનું મારા અને મારા પરિવાર પર ઋણ છે. તેમણે કહ્યું હતું કે 1977 માં મારી દાદી ઈન્દિરા ગાંધીને શીખ લોકોએ જ બચાવી […]

Uncategorized
8104e30820418a244282e7b97381d9b4 1 પંજાબમાં બોલ્યા રાહુલ ગાંધી - શીખોએ કરી હતી મારી દાદીની...
 

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી છેલ્લા બે દિવસથી નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પંજાબમાં ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે. મંગળવારે રાહુલ ગાંધીએ અનેક રેલીઓને સંબોધન કર્યું હતું. રાહુલે કહ્યું કે, પંજાબનાં લોકો અને શીખ લોકોનું મારા અને મારા પરિવાર પર ઋણ છે. તેમણે કહ્યું હતું કે 1977 માં મારી દાદી ઈન્દિરા ગાંધીને શીખ લોકોએ જ બચાવી હતી.

મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને સવાલ કરવામાં આવ્યો હતો કે, પંજાબ અને પંજાબીઓ માટે તમારી પાસે શું છે, તેઓએ તમારો વિશ્વાસ કેમ રાખવો જોઈએ. આ અંગે રાહુલે કહ્યું, હું જે કહું છું તેને જ માત્ર ન સાંભળશો, આપ મારા એક્શન પર વિશ્વાસ કરો. પંજાબની વાત છે ત્યાં સુધી પંજાબે મને ઘણું આપ્યું છે. 1977 માં જ્યારે મારી દાદીને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ઘરમાં કોઈ નહોતું, તે શીખ જ હતા જેમણે મારી દાદીને બચાવી હતી, હું હંમેશાં પંજાબનો દેવાદાર રહીશ. હું પંજાબની જનતાનો ઋણ ચુકવતો રહીશ.

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, જો કંઇક ખોટું થઈ રહ્યું છે તો હું ચોક્કસ અવાજ ઉઠાવીશ. હું નબળાઓ સાથે ઉભો છું, તેથી જ રાજકીય કારકિર્દી ધીમી પડી ગઈ છે પણ હું તેવો જ છું. રાહુલે કહ્યું કે, કેન્દ્ર સરકાર જે નવા કાયદા લાવેલ છે તે સાથે તેઓ ખેતી અને ખાદ્ય સુરક્ષા માટે બનાવેલા બંધારણને ખતમ કરવા માંગે છે. આ ખેડૂતો પર સીધો હુમલો છે અને અમે આ હુમલાને રોકીશું અને અમે આ કાયદાઓ વિરુદ્ધ લડીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.