Not Set/ પંજાબમાં લૂંટારુઓનાં હુમલામાં ક્રિકેટર સુરેશ રૈનાનાં કથિત સંબંધીની મોત

  ક્રિકેટર સુરેશ રૈનાનાં કથિત સબંધી કહેવાતા 58 વર્ષીય એક શખ્સની મોત થઇ ગઇ છે જ્યારે તેમના પરિવારનાં ચાર સભ્યો લૂંટારુઓનાં હુમલામાં ઘાયલ થયા છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. મૃતકની ઓળખ સરકારી ઠેકેદાર અશોક કુમાર તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના પંજાબનાં પઠાણકોટ જિલ્લાનાં માધોપુર નજીકનાં થરિયાલ ગામમાં 19-20 ઓગસ્ટની દરમિયાન […]

Uncategorized
d0565bad537673dff1126058a13033ed 1 પંજાબમાં લૂંટારુઓનાં હુમલામાં ક્રિકેટર સુરેશ રૈનાનાં કથિત સંબંધીની મોત
 

ક્રિકેટર સુરેશ રૈનાનાં કથિત સબંધી કહેવાતા 58 વર્ષીય એક શખ્સની મોત થઇ ગઇ છે જ્યારે તેમના પરિવારનાં ચાર સભ્યો લૂંટારુઓનાં હુમલામાં ઘાયલ થયા છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. મૃતકની ઓળખ સરકારી ઠેકેદાર અશોક કુમાર તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના પંજાબનાં પઠાણકોટ જિલ્લાનાં માધોપુર નજીકનાં થરિયાલ ગામમાં 19-20 ઓગસ્ટની દરમિયાન રાત્રે બની હતી.

પોલીસનાં જણાવ્યા અનુસાર લૂંટનાં ઇરાદે આવેલા ગેંગનાં ત્રણ-ચાર સભ્યોએ અશોકકુમાર અને તેમના પરિવારનાં સભ્યો પર હુમલો કર્યો હતો. તે સમયે, તે બધા ઘરની છત પર સૂઈ રહ્યા હતા. માથામાં ઈજા થવાને કારણે અશોક કુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચારને ઇજાઓ પહોંચી હતી. પઠાણકોટનાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલનીતસિંહ ખુરાનાએ કુમારનાં મોતની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે તે પુષ્ટિ આપી શકતા નથી કે તે ક્રિકેટર રૈનાનાં જ સબંધી હતા. ખુરાનાએ કહ્યું હતું કે, “અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ.” પોલીસનાં જણાવ્યા અનુસાર, લૂંટારુઓ કેટલાક રોકડ અને દાગીનાં લઇને ફરાર થઈ ગયા હતા.

પોલીસનું કહેવું છે કે, કુમારની 80 વર્ષની માતા સત્ય દેવી, તેમની પત્ની આશા દેવી, પુત્ર અપિન અને કૌશલ ઘાયલ થયા છે. પઠાણકોટનાં પોલીસ અધિક્ષક પ્રભજોતસિંહ વિર્કનાં જણાવ્યા અનુસાર, સત્યદેવીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.