Not Set/ પંજાબ સરકારનો મોટો નિર્ણય, વીકએન્ડ અને રજાઓમાં લાગુ કરવામાં આવશે કડક લોકડાઉન

પંજાબમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં રાખીને CM અમરિંદર સિંહે નવા આદેશો જારી કર્યા છે. પંજાબ સરકારે વીક એન્ડ અને જાહેર રજાનાં દિવસે કડક લોકડાઉન લાગુ કરવા આદેશ આપ્યો છે. ફક્ત ઇ-પાસ વાળા લોકોને જ જવા-આવવાની મંજૂરી આપવામાં આવશે. ઈ પાસને COVA એપ પરથી કાઢી શકાશે. ડી.જી.પી. દિનકર ગુપ્તાને લોકડાઉનનું સખત પાલન કરાવવાની […]

India
7f438227f930c2af84e59c284ede7288 1 પંજાબ સરકારનો મોટો નિર્ણય, વીકએન્ડ અને રજાઓમાં લાગુ કરવામાં આવશે કડક લોકડાઉન

પંજાબમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં રાખીને CM અમરિંદર સિંહે નવા આદેશો જારી કર્યા છે. પંજાબ સરકારે વીક એન્ડ અને જાહેર રજાનાં દિવસે કડક લોકડાઉન લાગુ કરવા આદેશ આપ્યો છે. ફક્ત ઇ-પાસ વાળા લોકોને જ જવા-આવવાની મંજૂરી આપવામાં આવશે. ઈ પાસને COVA એપ પરથી કાઢી શકાશે. ડી.જી.પી. દિનકર ગુપ્તાને લોકડાઉનનું સખત પાલન કરાવવાની સૂચના આપવામાં આવી છે.

પંજાબ સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે વીકએન્ડ અને જાહેર રજાઓ પર લોકડાઉન કરવા પર ભાર મુક્યો છે. જેને લઇને રાજ્ય સરકારે કડક સૂચના આપી છે. આ દિવસોમાં ફક્ત તે જ લોકો મુસાફરી કરી શકે છે જેમની પાસે ઇ-પાસ છે. તબીબી કર્મચારીઓ અને આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ સિવાયનાં તમામ નાગરિકોને ઇ-પાસ કોવા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ ઉપરાંત રાજ્યમાં પરિવહન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સરકાર દ્વારા જારી કરાયેલા આદેશોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઔદ્યોગિક એકમો અઠવાડિયાનાં 7 દિવસ ખુલ્લા રહેશે, સાથે જ જરૂરી ચીજવસ્તુઓ, દૂધ, દવાઓની દુકાનો પણ ખુલ્લી રહેશે. જ્યારે બજારો અને અન્ય દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પંજાબનાં સીએમઓએ જણાવ્યું કે, દરરોજ સરેરાશ 500 થી 800 વાહનો દિલ્હીથી પંજાબ આવે છે. નિષ્ણાંતોની સમીક્ષા બાદ દિલ્હીથી આવતા વાહનો પર કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા 2,259 છે જેમાં 569 સક્રિય કેસ અને 2,259 લોકો સંપૂર્ણ રીતે સાજા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.