Not Set/ પથ્થરમારાથી બચવા આ રીતે 15 કિ.મી ટ્રક પાછળ લટકતા રહ્યા ASP, જુઓ  દેખાવકારોએ કેવા વરસાવ્યા પથ્થરો

રાજસ્થાનના ડુંગરપુરમાં શિક્ષકોની જગ્યાઓની ભરતી મામલે કાંકરી ડુંગરી ટેકરી પર 17 દિવસથી યુવાનો દ્વારા ચાલી રહેલ વિરોધ પ્રદર્શન ગઇ કાલે ઉશ્કેરાયેલ સ્થિતિમાં જોવામાં આવ્યું અને ઉશ્કેરાયેલ યુવકો ગુરુવારે પોલીસ પર ભારે પડ્યા હતા. વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં પોલીસને પણ પોતાનો બચાવ કરવો મુશ્કેલ લાગ્યો હતો.  પથ્થરમારામાં ગંભીર રીતે ઘવાયેલા એડિશનલ પોલીસ અધિક્ષક ગણપત મહાવરને ટ્રકની પાછળ લટકીને […]

Uncategorized
8aec67baa568d1c13dda87365d33c4e0 1 પથ્થરમારાથી બચવા આ રીતે 15 કિ.મી ટ્રક પાછળ લટકતા રહ્યા ASP, જુઓ  દેખાવકારોએ કેવા વરસાવ્યા પથ્થરો

રાજસ્થાનના ડુંગરપુરમાં શિક્ષકોની જગ્યાઓની ભરતી મામલે કાંકરી ડુંગરી ટેકરી પર 17 દિવસથી યુવાનો દ્વારા ચાલી રહેલ વિરોધ પ્રદર્શન ગઇ કાલે ઉશ્કેરાયેલ સ્થિતિમાં જોવામાં આવ્યું અને ઉશ્કેરાયેલ યુવકો ગુરુવારે પોલીસ પર ભારે પડ્યા હતા. વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં પોલીસને પણ પોતાનો બચાવ કરવો મુશ્કેલ લાગ્યો હતો. 

પથ્થરમારામાં ગંભીર રીતે ઘવાયેલા એડિશનલ પોલીસ અધિક્ષક ગણપત મહાવરને ટ્રકની પાછળ લટકીને ત્યાંથી નીકળવું પડ્યું હતું. મહાવરે જણાવ્યું હતું કે પોલીસ ઘટના સ્થળે પહોંચતાંની સાથે જ હાઇવે ઉપર ચારે બાજુથી અચાનક પથ્થરબાજી શરૂ થઈ ગઈ હતી. આ સમય દરમિયાન લોકોની ભીડ ઘણી વધારે હતી અને બંદોબસ્તમાં પોલીસ ઓછા હતા. પથ્થમારામાં જોઇને પોલીસ જવાનો ઘાયલ થવા લાગ્યા હતા. મને પણ પત્થરો વાગવા માંડ્યા હતા. ટૂંક સમયમાં મારા માથા અને પગને પથ્થરોથી ઈજા થઈ હતી. હું ઉભો પણ થઈ શક્યો નહોતો.

એએસપીએ કહ્યું કે પોલીસકર્મીઓએ મને બચાવવા માટે કોર્ડન કર્યું હતું. મારો બંદૂકધાર રક્ષક ઢાલની જેમ મારી રક્ષા કરતો રહ્યો. હું એક ટ્રકની પાછળ લટકાઇ ગયો અને તે જ હાલતમાં લગભગ 15 કિ.મી. લટકીને હોટલમાં પહોંચ્યો. ડ્રાઇવરને લાંબા સમય સુધી ખબર ન હતી કે હું ટ્રકની પાછળ લટકતો હતો. તેને ખબર પડી ત્યારે મેં પોલીસ સ્ટેશન લઈ જવા વિનંતી કરી. તે મને એક હોટલમાં લઈ ગયો. હોટલ માલિકે મને હોસ્પિટલમાં લઈ ગયા.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews