Not Set/ પરપ્રાંતિય મજૂરોની દુર્દશા પર રણદીપસિંહ સુરજેવાલા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

કોરોના વાયરસ મહામારીમાં દેશમાં સૌથી ખરાબ દુર્દશા જો કોઇને આવી હોય તો તે પ્રવાસી મજૂરોની છે. જે આજે પણ પોતાના વતન જવા માટે વલખા મારી રહ્યા છે. જો કે સરકાર દ્વારા શ્રમિક ટ્રેનની સેવા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ ઘણા હજુ પણ છે કે જેઓ આ સેવાથી ઘણા દૂર છે. આપને જણાવી દઇએ કે, […]

India
abc64e9eb36e153b01c6f13d2b1e3e85 1 પરપ્રાંતિય મજૂરોની દુર્દશા પર રણદીપસિંહ સુરજેવાલા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

કોરોના વાયરસ મહામારીમાં દેશમાં સૌથી ખરાબ દુર્દશા જો કોઇને આવી હોય તો તે પ્રવાસી મજૂરોની છે. જે આજે પણ પોતાના વતન જવા માટે વલખા મારી રહ્યા છે. જો કે સરકાર દ્વારા શ્રમિક ટ્રેનની સેવા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ ઘણા હજુ પણ છે કે જેઓ આ સેવાથી ઘણા દૂર છે. આપને જણાવી દઇએ કે, સ્થળાંતર કરનારા મજૂરોની દુર્દશાને ધ્યાનમાં લઇને સુપ્રીમ કોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી હતી. હવે આ મુદ્દે કોંગ્રેસનાં નેતા રણદીપસિંહ સુરજેવાલાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. જણાવી દઇએ કે, સુરજેવાલાએ અપ્રવાસી મજૂરોની દુર્દશા અંગે કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરવાની મંજૂરી માંગી છે.

કોંગ્રેસ પાર્ટીનાં સત્તાવાર પ્રવક્તા, સુરજેવાલાએ કહ્યું છે કે, તેઓ સર્વોચ્ચ અદાલત સમક્ષ કેટલાક નિશ્ચિત ઉપાય સામે રાખવા માંગે છે, જે કેન્દ્ર દ્વારા અટવાયેલા પરપ્રાંતિય મજૂરોની દુર્દશા પર વિચાર કરવા માટે માનવામાં આવી શકે છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા કોંગ્રેસનાં નેતા રણદીપસિંહ સુરજેવાલાએ મોદી સરકારનાં રાહત પેકેજ પર ટિપ્પણી કરી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની ઘોષણા પછી તેમણે ટ્વિટ કર્યું હતું કે શ્રીમતી નિર્મલા સીતારમણનાં આર્થિક પેકેજનાં બીજા દિવસે કરવામાં આવેલી ઘોષણા એટલે ખોદ્યુ પહાડ, નિકળ્યો જુમ્લો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાણાં પ્રધાને આજે રાહત પેકેજનાં બીજા તબક્કાનો હિસાબ રજૂ કર્યો હતો, જેમાં 9 જાહેરાત કરવામાં આવી હતી.

માહિતી માટે જણાવીએ કે દેશમાં કોરોના વાયરસને કારણે કેન્દ્ર સરકારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યું હતું. લોકડાઉન થતાં પરપ્રાંતિય મજૂરોએ સ્થળાંતર શરૂ કર્યું હતું. જો કે, કેન્દ્ર સરકારે પછીથી મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડવાની વ્યવસ્થા કરીને મજૂરોની વિશેષ ટ્રેનો શરૂ કરી હતી. આ ટ્રેનો દ્વારા અત્યાર સુધીમાં લાખો મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.