Not Set/ પાંખડીઓ પર લગાવો બેન,ઋષિ કપૂર થયાં લાલધૂમ

ઋષિ કપૂર તેમના મજાકીયા સ્વભાવ માટે તો જાણીતા છે. પરંતુ વધુ ખ્યાતનામ અને ચર્ચામાં જગ્યા તેમને તેમણાં વિવાદાસ્પદ નિવેદનોએ અપાવી છે. તાજેતરમાં  રામ રહીમના વિવાદે વાતાવરણમાં ગરમાટો લાવી દીધો છે. આ બોલીવુડ કલાકારે ટ્વીટરના માધ્યમ દ્વારા  ઢોંગી ધર્મગુરુઓને ચાબખા માર્યા છે અને એમની વિરુધ્ધ સખત પગલા લેવાની અપીલ સરકારને કરી છે. તેમને  ટ્વીટર પર લખ્યું […]

Entertainment
58e5e5588d501 પાંખડીઓ પર લગાવો બેન,ઋષિ કપૂર થયાં લાલધૂમ

ઋષિ કપૂર તેમના મજાકીયા સ્વભાવ માટે તો જાણીતા છે. પરંતુ વધુ ખ્યાતનામ અને ચર્ચામાં જગ્યા તેમને તેમણાં વિવાદાસ્પદ નિવેદનોએ અપાવી છે. તાજેતરમાં  રામ રહીમના વિવાદે વાતાવરણમાં ગરમાટો લાવી દીધો છે. આ બોલીવુડ કલાકારે ટ્વીટરના માધ્યમ દ્વારા  ઢોંગી ધર્મગુરુઓને ચાબખા માર્યા છે અને એમની વિરુધ્ધ સખત પગલા લેવાની અપીલ સરકારને કરી છે. તેમને  ટ્વીટર પર લખ્યું કે લોકો આ ઢોંગી, પાંખડી અને ચોર ધર્મગુરુઓની આંધળી ભક્તિ કરે છે. સરકારે આ તત્વોને આકરી સજા આપવી જોઈએ.

સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના નિર્ણય પછી રામ રહીમના સમર્થકોએ હિંસા આચરી. આમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. રાધેમાં, ગુરમીત, આશારામ અને નિત્યાનંદ જેવા ધાર્મિક તત્વો ગુનેગાર છે. આ અગાઉ ઋષિ કપૂરે  ગુરમીતના સમર્થકો પર હુમલો કર્યો હતો. સરકારે ડેરાની તમામ સંપતિઓ વેચીને દેશને થયેલા નુકસાનથી ભરપાઈ કરવી જોઈએ. ગુરમીતના અનુયાયીઓને શર્મ આવવી જોઈએ. ગુરમીતને ટેકો આપવા બદલ ગાયક મિકાને સામાજીક રોષનો ભોગવ બનવું પડયું છે. જોકે અઠવાડિયા પહેલા ઋષિ કપૂરે કહ્યું હતું કે એના ટ્વીટને ગંભીરતાથી ન લેવામાં આવે એ સ્વંય માટે ટ્વીટ કરે છે.