પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને જાહેર કર્યું છે કે તેમની સરકાર કોરોના વાયરસને કારણે જારી કરેલા લોકડાઉનને સમાપ્ત કરવા જઇ રહી છે. દેશમાં રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ઉપરાંત મૃતકોનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ ઇમરાને દેશની અર્થવ્યવસ્થાને ટાંકીને લોકોને વાયરસની સાથે રહેવાની અપીલ કરી છે.
પાકિસ્તાન સરકાર દ્વારા લોકડાઉન લગભગ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યું છે. પરંતુ સિનેમા હોલ, થિયેટરો અને શાળાઓ બંધ રહેશે. પાકિસ્તાનમાં કોરોનાનાં અત્યાર સુધીમાં 72,460 કેસ છે અને અત્યાર સુધીમાં 1,543 લોકોનાં મોત નીપજ્યાં છે. ઇમરાન ખાનની ઘોષણા એ સમયે કરવામાં આવી હતી જ્યારે સરકારનાં અહેવાલમાં સામે આવ્યુ કે એકલા લાહોરમાં કોરોના વાયરસનાં મોટાભાગનાં કેસ છે.
ઇમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાને ઘણું આર્થિક નુકસાન સહન કર્યું છે જેમાં નિકાસમાં તીવ્ર ઘટાડો થયો છે. ઉપરાંત, મહેસૂલ સંગ્રહમાં 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. પાકિસ્તાન પણ આ સમયે પેમેન્ટ ક્રાઇસિસમાંથી પસાર થઇ રહ્યુ છે. માનવામાં આવે છે કે તેની ખોટ 9.4 ટકા સુધી વધી શકે છે અને આવકમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે. ટેલિવિઝન પર દેશની જનતાને સંબોધન કરતા ઇમરાને કહ્યું હતું કે તેમનો દેશ હવે વધુ વેદના ભોગવવાની સ્થિતિમાં નથી. અન્ય દેશોની જેમ અહીં પણ લોકડાઉન લાગુ કરી શકાતું નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે દેશની 50 મિલિયન વસ્તી ગરીબી રેખાની નીચે છે અને 25 મિલિયન લોકો દૈનિક ધોરણે જીવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
