કોરોના વાયરસનાં કારણે સપ્ટેમ્બરમાં થવાનો એશિયા કપ હવે રદ્દ કરવામાં આવ્યો છે. આઇસીસીએ નિવેદન જાહેર કરતા પહેલા, બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 8 જુલાઈએ એક નિવેદનમાં પુષ્ટિ આપી હતી કે આ વખતે એશિયા કપ નહીં થાય. જોકે, પછીથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા પણ આ માહિતી આપવામાં આવી હતી, પરંતુ તેમને તે વાત પસંદ ન થઇ કે આ એશિયન ક્રિકેટ કાઉન્સિલને નક્કી કરવાનો છે તો પછી ગાંગુલીએ કેવી રીતે પહેલા વાત કરી દીધી. હવે પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન રાશિદ લતીફ પણ ગાંગુલી પર ભડકતા દેખાયા.
રાશિદ લતીફે કહ્યું કે, “એશિયાન ક્રિકેટ કાઉન્સિલે નક્કી કરવાનું છે કે એશિયા કપ રદ્દ થશે કે નહી. પોતાને નબળા બતાવીને એશિયન દેશોને નુકસાન થશે. ગાંગુલીએ હવે ભારતીય ક્રિકેટ અને આઈપીએલ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપને જણાવી દઈએ કે, આ વર્ષનો એશિયા કપ જૂન 2021 સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. ગાંગુલી દ્વારા સમર્થન મળ્યા બાદ 9 જુલાઈએ વીડિયો કોન્ફરન્સ દ્વારા એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આવતા વર્ષે શ્રીલંકા આ ટૂર્નામેન્ટનું આયોજન કરશે.
વિશ્વ ક્રિકેટમાં ભારતીય ટીમ અને બીસીસીઆઈની તાકાતથી આજે દરેક જાણીતા છે. બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છે, જે તેના ખેલાડીઓને પગાર આપવા પૈસાની તંગી સાથે પણ સંઘર્ષ કરી રહ્યું છે. બીસીસીઆઈએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ સલાહ આપી હતી કે તેઓ આવતા વર્ષે પીએસએલનાં સમયે એશિયા કપનું આયોજન કરે. જો કે, શ્રીલંકાને જૂન 2021 માં એશિયન કપનું હોસ્ટિંગ એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
