Not Set/ પાકિસ્તાની રેન્જર્સે ફરી એકવાર અંકુશ રેખા પર શસ્ત્રવિરામનો ભંગ કર્યો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની સંખ્યા વધી ગઈ છે. પાકિસ્તાની રેન્જર્સે ફરી એકવાર અંકુશ રેખા પર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે.જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા નજીક નૌશેરા સેક્ટર ખાતે વહેલી સવારે પાકિસ્તાન તરફથી ભારતની ચાર સીમા સુરક્ષા ચોકીઓ પર મોર્ટારથી હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય સેના તરફથી પણ પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો […]

Uncategorized

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની સંખ્યા વધી ગઈ છે. પાકિસ્તાની રેન્જર્સે ફરી એકવાર અંકુશ રેખા પર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે.જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા નજીક નૌશેરા સેક્ટર ખાતે વહેલી સવારે પાકિસ્તાન તરફથી ભારતની ચાર સીમા સુરક્ષા ચોકીઓ પર મોર્ટારથી હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય સેના તરફથી પણ પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો છે. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પાકિસ્તાન તરફથી કલોર અને જંગલ પોસ્ટ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ સિવાય પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલ્સ પણ ફાયર કરવામાં આવ્યા હતાં.પાકિસ્તાન તરફથી અંકુશ રેખા પર શસ્ત્રવિરામ ભંગનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. 14 ઓક્ટોબરે શ્રીનગરના બહારી વિસ્તારમાં આતંકવાદીઓએ સશસ્ત્ર સીમા દળના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય આઠ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.