Not Set/ પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં વધુ 7 ખેલાડીઓ કોરોના પોઝિટિવ

પાકિસ્તાનની ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનનાં 7 વધુ ખેલાડીઓને કોરોનાવાયરસ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ફકર ઝમાન, ઇમરાન ખાન, કાશીફ ભટ્ટી, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન અને વહાબ રિયાઝ જેવા ખેલાડીઓ શામેલ છે, જે પોઝિટિવ આવ્યા છે. આપને જણાવી દઈએ કે, અગાઉ પાકિસ્તાની ક્રિકેટરો હૈદર અલી, હરિસ રાઉફ અને શાદાબ ખાનનો […]

Uncategorized
f176c836475916a03507887bd5a476e5 પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં વધુ 7 ખેલાડીઓ કોરોના પોઝિટિવ

પાકિસ્તાનની ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનનાં 7 વધુ ખેલાડીઓને કોરોનાવાયરસ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ફકર ઝમાન, ઇમરાન ખાન, કાશીફ ભટ્ટી, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન અને વહાબ રિયાઝ જેવા ખેલાડીઓ શામેલ છે, જે પોઝિટિવ આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, અગાઉ પાકિસ્તાની ક્રિકેટરો હૈદર અલી, હરિસ રાઉફ અને શાદાબ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત આબીદ અલી, અસદ શફીક, અઝહર અલી, બાબર આઝમ, ફહીમ અશરફ, ફવાદ આલમ, ઇફ્તીકાર અહેમદ, ઇમામ-ઉલ-હક, ખુશિલ શાહ, મોહમ્મદ અબ્બાસ, નસીમ શાહ, સરફરાઝ અહેમદ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ, સોહેલ ખાન અને યાસીર શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીજી તરફ, પાકિસ્તાનનાં દિગ્ગજ ખેલાડી શોએબ મલિકે હજી સુધી કોરોના ટેસ્ટ કરાવ્યો નથી. જણાવી દઇએ કે, મલિક પાકિસ્તાનની ટીમ સાથે ઇંગ્લેન્ડ જવા રવાના ન હતો થવાનો. શોએબ થોડા દિવસો માટે તેના પરિવાર સાથે સમય ગાળ્યા બાદ આવતા મહિનાનાં અંતમાં ઇંગ્લેન્ડ જવા રવાનો થવાનો હતો.

નોંધપાત્ર વાત એ છે કે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાને 29 ખેલાડીઓની પસંદગી કરી છે જે ઇંગ્લેન્ડનાં પ્રવાસે જવાના છે. ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ 14 દિવસ પછી પાકિસ્તાનની ટીમ ક્વારેન્ટાઇનમાં રોકાવાની છે. પરંતુ ઇંગ્લેન્ડ જતા પહેલા જ ક્રિકેટરો કોરોનાથી પોઝિટિવ આવવું ચિંતાજનક બાબત છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા નિયુક્ત નિયામક-ડો.સોહેલ સલીમ માને છે કે કોરોનાનાં ડર વચ્ચે ઇંગ્લેન્ડમાં પાકિસ્તાનની મુલાકાત લેવી ખૂબ જોખમી સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.