રાજ્યમાં લોકડાઉન હોવા છતાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે પાટણ જિલ્લા માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર આવ્યા છે. જિલ્લામાં સાત પોઝિટીવ કેસ નોંધાતા વહીવટી તંત્ર દોડતું થયું છે. હાલ પોલીસે રાધનપુર અને ડાભડી ગામમાં અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
રાધનપુરમાં 2 કેસ પાટણ શહેરમાં 2 કેસ કાતરામાં 2 અને ડાભડીમાં 1 એમ કુલ 7 કેસ નોંધાયા છે. પોઝિટીવ કેસ સામે આવ્યા બાદ જે વિસ્તારમાં દર્દીઓ રહેતા હતા. તે તમામ વિસ્તારોને તંત્ર દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યા છે.
જણાવીએ કે બન્નેં ગામમાં કોરોનાના કેસ નોંધાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. તો પાટણ શહેરાન તમામ માર્ગોને પણ બંધ કરી દેવાયા છે.
આપને જણાવી દઇએ કે, 7 પોઝિટીવ કેસ સાથે હવે પાટણમાં કોરોના પોઝિટવનો આંક 47 પર પહોંચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
