Not Set/ પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે હાર્દિક પટેલ કરશે નીતિશ કુમારની મુલાકાત, ગુજરાત પધારવા માટે આપશે આમંત્રણ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિનાં (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ આજે પટણા જઇ બિહારનાં મુખ્યમંત્રી નીતિસ કુમાર સાથે મુલાકાત કારી ગુજરાત આવવા માટે આમંત્રણ આપશે. હાર્દિક પટેલેથી જ નીતિશ કુમારનું સર્થન કરી રહ્યો છે. અને નીતિશ કુમારને પાટીદાર નેતા ગણાવી રહ્યો છે. નીતિશ કુમાર ગુજરાત આવીને હાર્દિક પટેલ સાથે મળીને વિશાળ રેલીને સંબોધન કરે જેથી કરીને […]

Uncategorized

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિનાં (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ આજે પટણા જઇ બિહારનાં મુખ્યમંત્રી નીતિસ કુમાર સાથે મુલાકાત કારી ગુજરાત આવવા માટે આમંત્રણ આપશે. હાર્દિક પટેલેથી જ નીતિશ કુમારનું સર્થન કરી રહ્યો છે. અને નીતિશ કુમારને પાટીદાર નેતા ગણાવી રહ્યો છે.

નીતિશ કુમાર ગુજરાત આવીને હાર્દિક પટેલ સાથે મળીને વિશાળ રેલીને સંબોધન કરે જેથી કરીને બંધ પડેલા આંદોલનને ફરી વેગ મળે. આ  માટે છેલ્લા ત્રણ મહિનાથી ગુજરાત બહાર રહેલ હાર્દિક પટેલ પાટીદાર અનામત આદોલન માટે રાષ્ટ્રીય સ્તર પર સમર્થન મેળવી રહ્યો છે. જેથી તે દેશના વિવિધ ભાગોમાં ફરી રહ્યો છે.

નીતીશ કુમાર પણ ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને પોતાનો પક્ષ બિહારની બહાર પગ પેસારો કરે તેની તૈયારીમા છે. તેથી ગુજરાતમા પાટીદારોની રેલીમા ઉપસ્થિત રહેવાનું આમંત્રણ સ્વીકારે તેમ લગી રહ્યુ છે.

નીતિસ કુમાર ગુજરાત આવી ભાજપની સૌથી મોટી વોટબેંકમા તોડવા પ્રયાસ કરશે.  ઉલ્લેખનીય છે કે, નીતીશ કુમારે પાટીદારો, મરાઠા, જાટ, અને ગુર્જરોની અનામતની માંગને યોગ્ય ગણાવી છે. તેથી હાર્દિકને નીતીશ કુમારનો સાથ મળવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

હાર્દિકની સાથે મરાઠા ક્રાંતિ મોરચાના સન્યોજક બ્રીગેડિયર સુધીર સામંત અને ગુર્જર નેતા હિંમત સિહ પણ નીતીશ કુમારની મુલાકાત લેશે.