Not Set/ મહેસાણા:પાલિકા પ્રમુખે નોંધાવ્યો અનોખો વિરોધ, ઉપપ્રમુખ અને કોર્પોરેટરો ઊંટલારીમાં બેસીને ગયા ઓફીસ

મહેસાણા, મહેસાણા નગરપાલિકાના પાલિકા પ્રમુખ અને ચીફઓફિસરની લડાઈ હવે આમને સામને આવી ગઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલે પાલિકા પ્રમુખ રાઈબેન પટેલની કાર સુવિધા પાછી ખેંચી લેતા આ વિવાદ થયો છે. પાલિકા પ્રમુખ રાઈબેન પટેલ ઊંટ લારીમાં બેસીને પાલિકા જવા નીકળ્યા હતા. તેમની સાથે ઉપપ્રમુખ જયદિપસિંહ ડાભી સહિત કોર્પોરેટરો પણ ઊંટ લારીમાં બેસીને પાલિકાની […]

Top Stories

મહેસાણા,

મહેસાણા નગરપાલિકાના પાલિકા પ્રમુખ અને ચીફઓફિસરની લડાઈ હવે આમને સામને આવી ગઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલે પાલિકા પ્રમુખ રાઈબેન પટેલની કાર સુવિધા પાછી ખેંચી લેતા આ વિવાદ થયો છે. પાલિકા પ્રમુખ રાઈબેન પટેલ ઊંટ લારીમાં બેસીને પાલિકા જવા નીકળ્યા હતા. તેમની સાથે ઉપપ્રમુખ જયદિપસિંહ ડાભી સહિત કોર્પોરેટરો પણ ઊંટ લારીમાં બેસીને પાલિકાની કચેરીએ પહોંચ્યા.

મહેસાણા નગરપાલિકા પ્રમુખની કારનો વિવાદ આજે વધુને વધુ ઘેરો બનતો જઈ રહ્યો  છે. નગરપાલિકા પ્રમુખ રાઇબેન પટેલ અને ચીફ ઓફિસર નવનીત પટેલ વચ્ચે કારની લોગબુકને લઈ વિવાદ થયો છે.

પ્રમુખની કારની લોગબુક માંગતા સર્જાયેલા વિવાદ બાદ કોંગી નગરસેવકોએ અગાઉ ધરણા યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ પ્રમુખ એ લોગબુક પરતના કરતા પ્રમુખની ચીફ ઓફિસરની જોર હુકમીથી કાર જપ્ત કરી લઈને વોટર વર્કશ માં લેવામાં આવી છે.

આથી મહેસાણા નગરપાલિકા પ્રમુખ રાઇબેન પટેલ પાસે કારના હોવાથી બે દિવસથી તેઓ પોતાના ટુ વ્હીલમાં આવતા હતા જ્યારે પ્રથમ પાટીદાર મહિલા પ્રમુખને પાલિકાની કારના અભાવે ઊંટલારીમાં તેમના નિવાસ સ્થાનેથી ઉઠ્લારીમાં બેસીને નગરપાલિકા પોહ્ચ્યા હતા અને ચીફ ઓફિસર સહિત સરકાર ને પણ બતાવી દેવામાં સફળ રીતે વિરોધ કર્યો હતો. જ્યારે આ બનાવ પ્રથમ વાર હશે કે જેમાં પાલિકા પ્રમુખ ઉઠ લારીમાં બેસીને પાલિકા ખાતે આવ્યા હતા.

મહેસાણા નગરપાલિકા પ્રમુખ રાઈબેન પટેલનું કહેવું છે કે હજું સુધી અમને ગાડી આપવામાં નથી આવી એટલે અમારે ઊંટલારીમાં આવવાની ફરજ પડી, આ પહેલા અમે બે દિવસથી  બાઈક પર બેસીને પણ આવતા હતા અને તેમના ફરજમાં પણ નથી આવતી ગાડીને લેવાની તો પણ તેમને લઇ લીધી.

એક તરફ આક્ષેપ બાદ હવે પાલિકા પ્રમુખએ તેમણે નોટીસ પણ આપી છે અને મેહસાણામાં  રહેવા જણાવ્યું છે જ્યારે કારને પાલિકા પ્રમુખને ન મળતા આજે ૫ દિવસ બાદ પાલિકા પ્રમુએ ઊંટલારીમાં બેસીને પાલિકા કચેરી સુધી આવ્યા હતા જ્યારે ચીફ ઓફિસર હાલમાં રજા પર ઉતારી ગયા છે.