Not Set/ પૂર્વ પ્રેમીકાના ઘરે હંગામો કરનાર PSI મેહુલ કુમાર સસ્પેન્ડ

રાજકોટઃ પોતાની પૂર્વ પ્રેમિકાના ઘરે હંગામો કરનાર રાજકોટના PSI મારુને અંતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપલેટામાં રહેતી પોતાની પૂર્વ પ્રેમિકાના ઘરે રાત્રે જઇને પીએસઆઇ મેહુલ કુમાર મારુએ હંગામો કર્યો હતો. મામલો બિચક્તા તેણે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોતાના હાથની નશ કાપી નાખી હતી. આ સમગ્ર મામલે રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહોલતે પીએસઆઇ મેહુલે કુમારને સસ્પેન્ડ કરવાનો […]

Uncategorized
nagaland violence 650x400 61485957380 1 પૂર્વ પ્રેમીકાના ઘરે હંગામો કરનાર PSI મેહુલ કુમાર સસ્પેન્ડ

રાજકોટઃ પોતાની પૂર્વ પ્રેમિકાના ઘરે હંગામો કરનાર રાજકોટના PSI મારુને અંતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપલેટામાં રહેતી પોતાની પૂર્વ પ્રેમિકાના ઘરે રાત્રે જઇને પીએસઆઇ મેહુલ કુમાર મારુએ હંગામો કર્યો હતો. મામલો બિચક્તા તેણે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોતાના હાથની નશ કાપી નાખી હતી.

આ સમગ્ર મામલે રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહોલતે પીએસઆઇ મેહુલે કુમારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા પણ મારુ અન્ય એક કેસ દિનેશ દક્ષિણી કેસમાં ફસાઇ ચૂક્યા છે.

ઉપલેટામાં રહેતી અને અગાઉ લેક્ચરર તરીકે નોકરી કરતી યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તે અગાઉ રાજકોટમાં ભરાડ સ્કૂલમાં લેક્ચરર તરીકે નોકરી કરતી હતી. નિયમ મુજબ મકાન ભાડાનો કરાર પોલીસ મથકમાં જમા કરાવવા ગઇ હતી ત્યારે સંપર્કમાં આવેલા પીએસઆઇ મેહુલ મારૂ સાથે આંખ મળી ગઇ હતી. જો કે, મેહુલ મારૂ પરિણીત છે અને તેને બે સંતાન છે તેવી જાણ થતાં પ્રેમ સંબંધ તોડી નાખી રાજકોટ છોડી ઉપલેટા ચાલી ગઇ હતી. યુવતીના કહેવા મુજબ, પીએસઆઇ મારૂ ઉપલેટામાં આવી રોજ તેણીના ઘર પાસે આંટાફેરા મારી ત્રાસ ગુજારતો હતો.