Not Set/ પેટાચૂંટણીની 5 બેઠકો પર કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કયા નેતા પર ઢોળાયો કળશ

ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ૮ બેઠકો પર કયા ઉમેદવારને ટીકીટ આપવી એને લઈ ભાજપ અને કોંગ્રેસમાં ખેંચતાણ યથાવત છે. ત્યારે આજે કૉંગ્રેસ દ્વારા વિધાનસભાની આઠ બેઠકોમાંથી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા મોરબી,ધારી, કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર […]

Uncategorized

ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ૮ બેઠકો પર કયા ઉમેદવારને ટીકીટ આપવી એને લઈ ભાજપ અને કોંગ્રેસમાં ખેંચતાણ યથાવત છે. ત્યારે આજે કૉંગ્રેસ દ્વારા વિધાનસભાની આઠ બેઠકોમાંથી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા મોરબી,ધારી, કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

કોંગ્રેસે જાહેર કરેલા નામોની યાદી મુજબ, મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને, ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. જયારે ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી છે.

કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીના નામની જાહેરાત કરી છે. બીજી તરફ ડાંગ, કપરાડા અને લીંબડી બેઠકો પર કૉંગ્રેસે હજુ સુઘી ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં સત્તા વાડી ભારતીય જનતા પાર્ટીએ પણ પેટા ચૂંટણી માટે નામો જાહેર કર્યા છે. ત્યારે હવે આ ચૂંટણીમાં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર જામશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ