Not Set/ પેટા-ચૂંટણી/ રાજકીય ગરમાવા વચ્ચે મોરબીમાં કોંગ્રેસની કવાયતો શરુ

ગુજરાતનાં રાજકારણમાં ફરી ચૂંટણીએ ગરમાવો લાવવાની શરુવાત કરી દીધી છે અને કોંગ્રેસની આક્રમતા આ વખતે કઇક અલગ જ જોવામાં આવી રહી છે. જી હા, ગુજરાતમાં પેટા-ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા આ વખતે ભાજપની સાપેક્ષમા ઘણી વહેલી કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પાર્ટીનાં સિનીયર નેતાઓને જે તે પેટા-ચૂંટણી માટેની બેઠક સોંપી દેવામાં આવી છે અને કોંગ્રેસ […]

Gujarat Others
002653e925e7eb8fcab84e58cb59fb0d પેટા-ચૂંટણી/ રાજકીય ગરમાવા વચ્ચે મોરબીમાં કોંગ્રેસની કવાયતો શરુ

ગુજરાતનાં રાજકારણમાં ફરી ચૂંટણીએ ગરમાવો લાવવાની શરુવાત કરી દીધી છે અને કોંગ્રેસની આક્રમતા આ વખતે કઇક અલગ જ જોવામાં આવી રહી છે. જી હા, ગુજરાતમાં પેટા-ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા આ વખતે ભાજપની સાપેક્ષમા ઘણી વહેલી કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પાર્ટીનાં સિનીયર નેતાઓને જે તે પેટા-ચૂંટણી માટેની બેઠક સોંપી દેવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીમાં ભાજપને ભરી પીવા રણનીતિ પણ બની ગઇ હોય અને તેનો અમલ પણ શરુ કરી દેવામાં આવ્યો હોય તેવું જોવામાં આવી રહયુ છે.

જી હા,  પેટા-ચૂંટણીને લઈને મોરબીના રાજકારણમાં ગરમાવો દેખાયો છે. જ્યારે મોરબી બેઠક માટે એક પછી એક પક્ષ દ્વારા રાજકીય માહોલ ઉભો કરાઈ રહ્યો છે, ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ભાવી ઉમેદવારો સાથે અને કોંગ્રેસનાં પાયાનાં કાર્યકરો સાથે બેઠક પ્રભારી અને સિનીયર નેતાઓ દ્વારા બેઠક યોજવામાં આવી છે. 

કોંગ્રેસનાં આગેવાન અર્જુનભાઇ મોઢવાડીયા, લાલિતભાઈ કગથરા સહિતના કોંગી અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ભાવી ઉમેદવારો અને કોંગ્રેસી કાર્યકરતાઓને સાંભળવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી આ બેઠક મોરબી સરકીટ હાઉસ ખાતે મળેલી હતી. આપને જણાવી દઇએ કે, પેટા-ચૂંટણી માટે મોરબી બેઠક પર હાલ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું નામ મોખરે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews