Not Set/ પોતાનો જીવ પોતે જ બચાવો, કારણ કે PM મોર સાથે વ્યસ્ત છે : રાહુલ ગાંધી

ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ટ્વિટર દ્વારા શાંબ્દિક હુમલો કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સત્ર દરમિયાન આક્રમક વલણ અપનાવવાનાં છે. તેમણે ટ્વિટર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું હતું કે, કોરોનાવાયરસ રોગચાળા માટેના આંકડા આ અઠવાડિયે 50 લાખ […]

Uncategorized
16770e78786cc04c9d9078311dd42ba4 1 પોતાનો જીવ પોતે જ બચાવો, કારણ કે PM મોર સાથે વ્યસ્ત છે : રાહુલ ગાંધી

ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ટ્વિટર દ્વારા શાંબ્દિક હુમલો કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સત્ર દરમિયાન આક્રમક વલણ અપનાવવાનાં છે. તેમણે ટ્વિટર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું હતું કે, કોરોનાવાયરસ રોગચાળા માટેના આંકડા આ અઠવાડિયે 50 લાખ અને એક્ટિવ કેસ 10 લાખને વટાવી જશે. બિનઆયોજિત લોકડાઉન એક વ્યક્તિનાં અહંકારનું ઉત્પાદન છે જેના કારણે કોરોના દેશભરમાં ફેલાયો છે. રાહુલ ગાંધીએ કહ્યું, મોદી સરકારે કહ્યું આત્મનિર્ભર બનો, એટલે કે પોતાનો જીવ પોતે બચાવો કારણ કે પીએમ મોર સાથે વ્યસ્ત છે.

આપને જણાવી દઇએ કે, કોરોના સંકટની વચ્ચે સંસદમાં 18 દિવસીય ચોમાસુ સત્ર શરૂ થઈ ગયુ છે. મોનસૂન સત્રમાં સરહદ પર ચીનની સાથે ડેડલોક, કોવિડ-19 ફાટી નીકળવાની સરકારની નીતિઓ, આર્થિક પડકારો જેવા મુદ્દાઓ છવાયેલા રહેવાની સંભાવના છે. એક તરફ વિરોધી પક્ષો આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે, તો બીજી તરફ સરકાર લગભગ બે ડઝન બીલ પસાર કરવા પર નજર રાખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.