Not Set/ પ્રકાશ રાજ, ફિલ્મોમાં છે વિલન પણ અસલ જીવનમાં બની ગયા હીરો, પરપ્રાંતિયોની સતત કરી રહ્યા છે મદદ

કોરોનાવાયરસ સતત દેશમાં ફેલાઇ રહ્યો છે. તે કહેરને ધ્યાનમાં રાખીને સરકારે 31 મે સુધી લોકડાઉન લાગુ કર્યું છે. લોકડાઉનનાં કારણે મજૂરોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, બોલિવૂડનાં ખ્યાતનામ લોકો મદદ માટે સતત આગળ આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજ સતત લોકોની મદદ કરી રહ્યા છે. અભિનેતાઓ તેમના ફાર્મહાઉસ પર રહીને […]

Uncategorized
f89583d7f62788b71f8fe94097112fb5 પ્રકાશ રાજ, ફિલ્મોમાં છે વિલન પણ અસલ જીવનમાં બની ગયા હીરો, પરપ્રાંતિયોની સતત કરી રહ્યા છે મદદ

કોરોનાવાયરસ સતત દેશમાં ફેલાઇ રહ્યો છે. તે કહેરને ધ્યાનમાં રાખીને સરકારે 31 મે સુધી લોકડાઉન લાગુ કર્યું છે. લોકડાઉનનાં કારણે મજૂરોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, બોલિવૂડનાં ખ્યાતનામ લોકો મદદ માટે સતત આગળ આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજ સતત લોકોની મદદ કરી રહ્યા છે. અભિનેતાઓ તેમના ફાર્મહાઉસ પર રહીને તેમના ફાઉન્ડેશન દ્વારા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડી રહ્યા છે.

તાજેતરમાં અભિનેતા પ્રકાશ રાજે પોતાના ટ્વિટર હેન્ડલથી લોકોની બસમાં બેઠેલા ફોટો શેર કર્યો છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે પ્રકાશ રાજ બસો દ્વારા લોકોને તેમના ઘરે પહોંચાડી રહ્યા છે. પ્રકાશ રાજે ટ્વિટ કરીને લખ્યું છે, “શેરીઓમાં પ્રવાસી, મે હજી પુરુ કર્યુ નથી, હું રોજ સેંકડો લોકો સાથે ઉભો છું. તમને પ્રર્થના કરુ છુ કે પોતાના કોઇ એક સુધી પહોંચવાનો રસ્તો શોધે. ચાલો જીવન પાછા જીવીએ.”

લોકો પ્રકાશ રાજની ટ્વીટ પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, મૂવીઝમાં વિલનનો રોલ કરનાર પ્રકાશ રાજ વાસ્તવિક જીવનમાં લોકો માટે સુપરહીરો સાબિત થયા છે. લોકડાઉનની શરૂઆતથી તે સતત લોકોની મદદ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકડાઉન દરમિયાન તેમની આર્થિક સ્થિતિ પણ બગડી રહી હતી, જેના પર તેમણે કહ્યું હતું કે હું લોન લઈને લોકોને મદદ કરવા તૈયાર છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.