Not Set/ પ્રધાનમંત્રી આવાસના નામે ગરીબોને બેઘર કરી કરોડોની જમીન બિલ્ડરોને પધરાવી : અમિત ચાવડા

વારસિયા સ્થિત સંજય નગર ના આવાસો તોડ્યા બાદ 4 વર્ષે પણ આવાસ ન મળતા લાભાર્થીઓ 24 દિવસથી ધરણાં કરી રહ્યા છે.  ત્યારે લાભાર્થીઓની સમસ્યા સાંભળવા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કોંગી કાર્યકરો સાથે પહોંચ્યા હતા. વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ સંજયનગરના આવાસો 4 વર્ષ અગાઉ સેવાસદન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.  અને લાભાર્થીઓને આવાસ ન મળે […]

Gujarat Vadodara
ce2d239c2b438c700af8efd9673f9006 પ્રધાનમંત્રી આવાસના નામે ગરીબોને બેઘર કરી કરોડોની જમીન બિલ્ડરોને પધરાવી : અમિત ચાવડા

વારસિયા સ્થિત સંજય નગર ના આવાસો તોડ્યા બાદ 4 વર્ષે પણ આવાસ ન મળતા લાભાર્થીઓ 24 દિવસથી ધરણાં કરી રહ્યા છે.  ત્યારે લાભાર્થીઓની સમસ્યા સાંભળવા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કોંગી કાર્યકરો સાથે પહોંચ્યા હતા.

વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ સંજયનગરના આવાસો 4 વર્ષ અગાઉ સેવાસદન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.  અને લાભાર્થીઓને આવાસ ન મળે ત્યાં સુધી ઘર ભાડું ચુકવવાની બાહેધરી સેવાસદન દ્વારા આપવામાં આવી હતી. પરંતુ ચાર વર્ષ વીતી ગયા છતાં લાભાર્થીઓ ને આવાસ તો ઠીક પરંતુ સમયસર ભાડું પણ મળ્યું ન હતું. બે કોન્ટ્રાક્ટ બદલાઈ ગયા છતાં પણ આવાસ નું કામ ચાર વર્ષે પૂર્ણ થયું નથી જેને લઈને સંજય નગર ના વિસ્થાપીતો 24 દિવસથી ધરણાં પર બેઠા છે.

600 સ્કવેર ફૂટના મકાન, સમયસર આવાસ અને ભાડું, તેમજ 2500 પરિવારો ને મકાનો મળે તે માટેની માંગ કરી રહ્યા છે. જેને લઈને આજે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે કોંગી કાર્યકરો સાથે સંજય નગર પહોંચ્યા હતા. લાભાર્થીઓ ની વ્યથા સાંભળી હતી. અમિત ચાવડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી ના નામે અને આવાસો ના નામે ગરીબો ને બેઘર કરી કરોડોની જમીનો માનીતા બિલ્ડરો ને પધરાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.લાભાર્થીઓ સાથે ગાંધીનગર જઇ કોંગ્રેસ આંદોલન કરશે અને જો તેમ છતાં ન્યાય નહીં મળે તો દિલ્હી સુધી આંદોલન કરાશે.જોકે કાર્યક્રમ શરૂ થાય અને પૂરો થાય ત્યાં સુધી ધ્વસ્ત સંજય નગર ને પોલીસ છાવણી માં ફેરવી દેવાયું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમ માં કોરોના માર્ગદર્શિકા ના લીરેલીરા પણ ઉડ્યા હતા.

જ્યારે કોરોના અંગેની પરિસ્થિતિ મામલે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોરોના નો પ્રશ્ન ખૂબ જ વિકટ બન્યો છે ત્યારે ગુજરાત માં વેન્ટિલેટર મશીનો પૂરતી માત્રામાં નથી.પૂરતી દવાઓ નથી અને દવાઓ અને ઇન્જેક્શન ના કાળા બજાર થઈ રહ્યા છે.ભરતસિંહ સોલંકી મામલે જણાવતા કહ્યું હતું કે આજે સવારે જ તેમની સાથે વાત થઈ છે.તેઓની હાલત સુધારા પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.