Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ચીન

બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પહોંચ્યા છે..ત્યારે પહેલાથી જ આતંકવાદનો મુદ્દો ન ઉઠાવવાની શરત મુજબ પીએમ મોદીએ આતંકવાદ અંગે તો એક શબ્દ ન બોલ્યા..પરંતુ આડકતરી રીતે આતંકવાદ સામે લડવા માટે એકજૂટ રહેવું જરૂરી હોવાનું કહી દીધું. સંબોધન કરતા તેમણે કહ્યું કે તમામ દેશોમાં શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે. અને તેના […]

World Business
brics modi story 647 090416122234 વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ચીન

બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પહોંચ્યા છે..ત્યારે પહેલાથી જ આતંકવાદનો મુદ્દો ન ઉઠાવવાની શરત મુજબ પીએમ મોદીએ આતંકવાદ અંગે તો એક શબ્દ ન બોલ્યા..પરંતુ આડકતરી રીતે આતંકવાદ સામે લડવા માટે એકજૂટ રહેવું જરૂરી હોવાનું કહી દીધું. સંબોધન કરતા તેમણે કહ્યું કે તમામ દેશોમાં શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે. અને તેના માટે બ્રિક્સ દેશોનું સાથે રહેવું જરૂરી છે. પાંચેય દેશો હાલ સમાન સ્તર પર છે. અને તમામે એકજૂથ રહેવું જોઈએ. તો આ સિવાય બ્રિક્સ બેંકે વિકાસના કાર્યો માટે સહયોગી લોન પણ આપવાની વાત કરી. સાથે જ કહ્યું કે ગરીબી, બ્લેક મની સામે ભારત લડી રહ્યું છે. ભારતના યુવાનો દેશની તાકાત છે. ભારતનું લક્ષ્ય સ્માર્ટ સિટી, સ્વાસ્થ્ય, વિકાસ, શિક્ષામાં સુધાર લાવવાનું છે.ઉલ્લેખનીય છે કે બ્રાઝિલ-રશિયા-ઇન્ડિયા-ચાઇના-સાઉથ આફ્રિકા બ્રિક્સ સમિટ શરૂ થઈ ગયું છે. પીએમ મોદી ચીનના શિયામેનમાં આયોજીત બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્લાદિમીર પુતિનને પણ મળ્યા હતા. અને પૂર્ણ સત્રમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીનના પ્રમુખ શી જિનપિંગે ઝીમેને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે રવિવારે સાંજે ચીને પહોંચ્યા હતા, તેઓ ચીનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાશે એવી અપેક્ષા છે. ભારત અને ચીન 73 દિવસની ડોકલામ વચ્ચેના તણાવના અંત લાવવાના દિવસો બાદ ચર્ચા કરશે..