Not Set/ પ્રિયંકા ચોપડાના જેઠ-જેઠાણી બન્યા માતા-પિતા, ઘરે આવી બેબી ગર્લ

પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાણી જો જોનસ અને સોફી ટર્નર મમ્મી પપ્પા બની ગયા છે. સોફીએ એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. અહેવાલો અનુસાર, આ છોકરીનો જન્મ 22 જુલાઈએ લોસ એન્જલસની એક હોસ્પિટલમાં થયો હતો. એક અહેવાલ અનુસાર, જો અને સોફીએ તેમની પુત્રીનું નામ વિલા જોનસ રાખ્યું છે. જો જોનસ અને સોફી ટર્નરના પ્રતિનિધિઓએ લોકો સમક્ષ આ […]

Uncategorized
928e7af05d0932bdc72a8e79d9f2c453 પ્રિયંકા ચોપડાના જેઠ-જેઠાણી બન્યા માતા-પિતા, ઘરે આવી બેબી ગર્લ

પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાણી જો જોનસ અને સોફી ટર્નર મમ્મી પપ્પા બની ગયા છે. સોફીએ એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. અહેવાલો અનુસાર, આ છોકરીનો જન્મ 22 જુલાઈએ લોસ એન્જલસની એક હોસ્પિટલમાં થયો હતો. એક અહેવાલ અનુસાર, જો અને સોફીએ તેમની પુત્રીનું નામ વિલા જોનસ રાખ્યું છે. જો જોનસ અને સોફી ટર્નરના પ્રતિનિધિઓએ લોકો સમક્ષ આ સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું, “સોફી ટર્નર અને જો જોનસ તેમના બાળકના જન્મની ઘોષણા કરીને ખુશ થયા છે.”

અહેવાલો અનુસાર, જો અને સોફી આ ખાસ પળની મજા લઇ રહ્યા છે. તેણે બાળકીના જન્મના સમાચાર મિત્રો અને પરિવારને જણાવી દીધા છે. મહામારીને લીધે, જો અને સોફી તેમની અને બાળકીની આસપાસ કોણ આવી રહ્યું છે તેની વિશેષ કાળજી લઈ રહ્યા છે.

જો અને સોફી ઘણીવાર લોસ એન્જલસમાં ફરતા જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા જ તે બંને આવનારા બાળક માટે ખરીદી કરતા જોવા મળ્યા હતા. ફોટામાં સોફી બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

આપને જણાવી દઈએ કે જો અને સોફી 29 જૂન 2019 ના રોજ ફ્રાન્સમાં લગ્ન કરવાના હતા. પરંતુ વેગસ ખાતેના બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ પછી તેઓ પહેલાથી લગ્ન કરી ચૂક્યા છે. કેટલાક મિત્રો આ ગુપ્ત લગ્નમાં જોડાયા હતા. જો ના  માતાપિતાને પણ ઇન્ટરનેટ પરથી લગ્નના સમાચાર વિશે જાણ થઈ હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.