Not Set/ ફક્ત 8 લોકો પાસે છે દુનિયાની અડધાભાગની સંપતિઃ ઑક્સફેમ

લંડનઃ 8 વ્યક્તિઓ પાસે દુનિયાના અડધાભાગની જનસંખ્યા જેટલી સંપતિ છે. એટલા માટે સમાજમાં વિભાજનનો ખતરો પેદા થાયો છે. ‘દાવોસમાં વિશ્વ આર્થિક મંચ’  ની શરૂઆત પહેલા આ વાત ઓક્સફેમે કરી છે. જે 8 ઉદ્યોગપતિઓના નામનો ઉલ્લેખ ઓક્સફેમમાં કરવામાં આવ્યો છે તેમા અમેરિકાના છ,સ્પેન અને મેક્સિકોના એક એક ઉદ્યોગપતિનો સમાવેશ થાય છે.ઓક્સફેમ અનુસાર, આ  ઉદ્યોગપતિઓ પાસે જેટલી […]

Uncategorized
bill ફક્ત 8 લોકો પાસે છે દુનિયાની અડધાભાગની સંપતિઃ ઑક્સફેમ

લંડનઃ 8 વ્યક્તિઓ પાસે દુનિયાના અડધાભાગની જનસંખ્યા જેટલી સંપતિ છે. એટલા માટે સમાજમાં વિભાજનનો ખતરો પેદા થાયો છે. ‘દાવોસમાં વિશ્વ આર્થિક મંચ’  ની શરૂઆત પહેલા આ વાત ઓક્સફેમે કરી છે.

જે 8 ઉદ્યોગપતિઓના નામનો ઉલ્લેખ ઓક્સફેમમાં કરવામાં આવ્યો છે તેમા અમેરિકાના છ,સ્પેન અને મેક્સિકોના એક એક ઉદ્યોગપતિનો સમાવેશ થાય છે.ઓક્સફેમ અનુસાર, આ  ઉદ્યોગપતિઓ પાસે જેટલી સંપતિ છે. એટલી દુનિયાના અંદાજે 3.6 કરોડ ગરીબ લોકો પાસે સંપતિ છે.

ઉદ્યોગપતિની પસંદગી ફોર્બ્સની અરબપતિઓની યાદીમાંથી કરવામાં આવી છે. જેમાથી માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ,ફેસબુકના સહ-સંસ્થાપક માર્ક જકરબર્ગ, એમેઝોનના સંસ્થાપક જેફ બેજોજનો પણ સમાવેશ થાય છે. ઓક્સફેમે વિશ્વમાં અમીર અને ગરીબો વચ્ચે વિશળ અંતર અને મુખ્યધારાની રાજનીતિમાં ઉત્પન્ન થઇ રહેલા અસંતોષને રેખાંકિત કરી છે.

પોતાની નવી રિપોર્ટ ‘એન ઇકૉનોમી ફૉક ઝી 99 પર્સન્ટ’ ઑક્સફેમે કહ્યું છે કે,” બ્રેગ્જિટથી લઇને ડોનાલ્ડ ટ્રપના રાષ્ટ્રપતિ અભિયાનની સફળતા સુધી નસ્લવાદમાં પણ વૃદ્ધિ અને મુખ્યધારાની રાજનીતિમાં અસ્પષ્ટતાથી ચિંતા વધી રહી છે. તેમજ સંપન્ન દેશોમાં વધુમાં વધુ લોકોમાં યથા સ્થિતિ બર્દાસ્ત ન કરવાનો સંકેત આપ્યો છે.”

દાવોસમાં મંગળવારથી શરૂ થઇ રહેલી વિશ્વની રાજનીતિક અને આર્થિક વિશિષ્ટ વર્ગોની બેઠકના એજેન્ડામાં અસમાનતા પ્રમુખ મદ્દો છે. શુક્રવાર સુધી ચાલનાર ‘વિશ્વ આર્થિક મંચ’ ની વાર્ષિક બેઠકમાં અંદાજે 3,000 લોકો હાજરી આપવાના છે.