Not Set/ સાઇકલ કોને મળશેઃ સયકલ પર ECએ ચૂકાદો અનામત રાખ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી યાદવાસ્થળીમાં સાયકલનું ચૂંટણી ચિન્હ કોને મળશે તેના પર સમગ્ર દેશની નજર છે. ઇલેક્શન કમિશનમાં અખિલેશ અને મુલાયસિંહ બન્ને પક્ષોના સમર્થકો ઉપસ્થિત છે. ચૂંટણી પંચ આ અંગે ચૂકાદો  અનામત રાખ્યો હતો. ત્યારે આ હાઈવોલ્ટેજ ડ્રામામાં હજુ કોઈ નવો ખેલ બાકી હશે તો તેનો પણ ખુલાસો આગ થઈ શકે છે. આજના આ […]

Uncategorized
mulayam and akhilesh1484307446 big સાઇકલ કોને મળશેઃ સયકલ પર ECએ ચૂકાદો અનામત રાખ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી યાદવાસ્થળીમાં સાયકલનું ચૂંટણી ચિન્હ કોને મળશે તેના પર સમગ્ર દેશની નજર છે. ઇલેક્શન કમિશનમાં અખિલેશ અને મુલાયસિંહ બન્ને પક્ષોના સમર્થકો ઉપસ્થિત છે. ચૂંટણી પંચ આ અંગે ચૂકાદો  અનામત રાખ્યો હતો. ત્યારે આ હાઈવોલ્ટેજ ડ્રામામાં હજુ કોઈ નવો ખેલ બાકી હશે તો તેનો પણ ખુલાસો આગ થઈ શકે છે. આજના આ ‘દંગલ’માં અમ્પાયરની ભૂમીકા ચૂંટણી પંચની હતી. આજે 12 વાગ્યે ચૂંટણી પંચ બંને પક્ષોની સામે સુનાવણી કરશે. બંને પક્ષો

તાને અસલી સમાજવાદી પક્ષ તરીકે ગણાવી રહ્યા છે અને તેના આધારે સાઈકલનું ચિન્હ તેમને મળવું જોઈએ તેવો દાવો કરી રહ્યા છે.

ચૂંટણી પંચનો નિર્ણય આવે તે પહેલા બંને પક્ષોએ પોતાના કાયદા સલાહકારોની ટીમ તૈયાર રાખી છે. તેમજ અખિલેશ તરફથી રામગોપાલ યાદવ અને નરેશ અગ્રવાલ જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે મુલાયમસિંહ તરફથી અમરસિંહ અને શિવપાલ યાદવ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેમજ જૌ સૂત્રોનું માનીએ તો બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આ વાતચીત દરમિયાન સકારાત્મક વાતાવરણ પણ ઉભુ થયું હોવાનું કહેવાય છે. ત્યારે આજે એવું પણ બની શકે કે બંનેમાંથી એક પક્ષ પોતાનો દાવો પાછો ખેચી લે. ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીને જોતા 17મી જાન્યુઆરીથી નોમિનેશનની પ્રક્રિયા શરૂ થનાર છે.

ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું કે, ‘પંચ બંને પક્ષોના દાવા ઉપર ખૂબ સાવધાનીપૂર્વક તપાસ કરી રહ્યું છે. તેમજ આ માટે પક્ષની સંરચના સમયના નિયમો અને પક્ષના પોતાના બંધારણનો ખૂબ બારીકાઈ પૂર્વક અભ્યાસ કરીને નિર્ણય આપવામાં આવશે.’

ચૂંટણી તારીખોની જાહેરાત થઈ ચૂકી છે, જેથી ચૂંટણી પંચ સમક્ષ પોતાનો નિર્ણય આપવા માટે ખૂબ થોડો સમય બચ્યો છે. ત્યારે જો ચૂંટણી પંચ કોઈ નિર્ણય પર નહીં પહોંચે તો બંને પક્ષોને તત્પુરતા કોઇ બે અલગ અલગ ચૂંટણી ચિન્હો આપશે. ત્યારે જો કોઈ એક પક્ષ પોતાનો દાવો જતો કરે તો પંચની કાર્યવાહીમાં સરળતા રહેશે. તેમજ જો ચૂંટણી પંચ કોઈપણ નિર્ણય ઉપર પહોંચી શકશે નહીં તો સમાજવાદી નામ અને તેના ચિન્હ સાઈકલને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેશે. જેથી બંને પક્ષે નવા નામ અને ચિન્હ સાથે ચૂંટણી લડવી પડશે.

સાઈકલ મેળવવાના કમઠાણ બાબતે મુલાયમ-અખિલેશની જેટલી જ નજર કોંગ્રેસની પણ છે. કેમ કે, ચૂંટણી પંચના ચુકાદા બાદ જ કોંગ્રેસના ગઠબંધન બાબતે ચીત્ર સ્પષ્ટ થઈ શકશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો સાઈકલનું ચિન્હ સ્થગીત કરવામાં આવે છે તો કોંગ્રેસ ગઠબંધનમાં વધુ બેઠકો માગશે.