Not Set/ ફિક્સ પગારદારો માટે દલિત, ઓબીસી, પાટીદાર નેતા એક મંચ પર, 1 જાન્યુ, ગાંધીનગરમાં જન આક્રોસ રેલી

અમદાવાદઃ જન ધિકાર મંચના નેતા પ્રવીણ રામે રાજ્ય સરકારને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે,  જાહેરાત કરવાનું કહીને અમારા આંદોલનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવાનોના શોષણના ભોગે ગુજરાતનો વિકાસ નથી કરવો. અને 1 જાન્યુઆરીનો અમારો કાર્યક્રમ યથાવત રહેશે. સરકાર તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, ફિક્સ પગારદારો માટે ટુંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવશે. […]

Uncategorized

અમદાવાદઃ જન ધિકાર મંચના નેતા પ્રવીણ રામે રાજ્ય સરકારને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે,  જાહેરાત કરવાનું કહીને અમારા આંદોલનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવાનોના શોષણના ભોગે ગુજરાતનો વિકાસ નથી કરવો. અને 1 જાન્યુઆરીનો અમારો કાર્યક્રમ યથાવત રહેશે. સરકાર તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, ફિક્સ પગારદારો માટે ટુંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવશે. પણ આજદિન સુધી કોઇ પણ પ્રકારની જાહેરાત ના કરતા જન આક્રોસ મહાસમ્મેલન યથાવત રહેશે.

ડે.સીએમ નીતિન પટેલે જન અદિકાર મંચના નેતાઓ સાથે થોડા દિવસ પહેલા ચર્ચા કરીને સરકાર તરફથી ફિક્સ પગારદારો માટે સકારાત્મક પગલા લેવાનું જણાવવામાં આવ્યું હતું.  આ અંગે રોષ વ્યક્ત કરાતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, યુવાનો 1 જાન્યુઆરી દેખાડી દેશે કે તેમને શુ પેટમાં દુઃખે છે.

ફિક્સ પગારદારો અંગેનો સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલી લહ્યો છે જેની સુનાવણી 10 જાન્યુઆરી છે. આ પહેલા પણ સુપ્રિમ કોર્ટ સમાન કામ સમાન વેત આપવાની વાત કરી હતી.

પ્રવીણ રામ સાથે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી, ઓબીસી એક્તા મંચના નેતા અલ્પેશ ઠાકોર, પાસ, એસપીજી, મુસ્લીમ સમાજ તેમજ તમામ સમાજના લોકો એક મંચ પર જોવા મળશે.

આ પહેલા ગુજરાત જન અધિકાર મંચના નેતા પ્રવિણ રામે નાયબ મુખ્યપ્રધાન સાથે આ મુદ્દે ચર્ચા કરી. એમા સરકાર સમક્ષ ફિક્સ પે નાબુદ કરવાની માગ સાથે સાથે સરકારને સુપ્રીમ કોર્ટમાં કેસ પાછા ખેંચવાની વાત મુકી હતી. સાથે સાથે તેમણે સરકાર સમક્ષ માગણી કરી છે કે, તે અમારા પાંચ વર્ષને ફિક્સ પે તરીકે ન ગણીને તેમના 5 વર્ષને પૂર્ણ સમયના કર્મચારી તરીકે ગણવામાં આવે. હાલમાં એવી પદ્ધતિ છે કે કોઈપણ કર્મચારીને પહેલા પાંચ વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને ત્યાર બાદ તે કાયમી થાય છે. ઉપરાંત તેમના કોન્ટ્રાક્ટ સમનયા પાંચ વર્ષના અનુભવને નવી કોરમાં માન્ય ગણવામાં નથી આવતો.

ગુજરાત જન અધિકાર મંચ દ્વારા આગામી 1 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના સેક્ટર 6 ખાતે સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમ્મેલનમાં ગુજરાતમાંથી 35 હજાર જેટલા કર્મચારી હાજર રહે તેવી ધારણા છે. જો કે આ સમ્મેલનને હજુ સુધી પોલીસ તરફથી મંજૂરી ન મળી હોવાનું પ્રવિણ રામે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે જો સરકાર પોતાની નીતિને લઈને સાચી છે તો સમ્મેલન માટે અમને મંજૂરી શા માટે આપવામાં નથી આવી રહી. જોકે આ અંગે નીતિન પટેલે કોઈ ટિપ્પણી કરી નથી.