Not Set/ બજેટ 2019:રાહુલ ગાંધીની જાહેરાત પછી હવે મોદી સરકાર દેશના નાગરિકોને બેઝિક ઇન્કમની આપી શકે છે ગીફ્ટ

દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે યુનિવર્સલ બેઝિક ઇન્કમનું વચન આપ્યા પછી બજેટમાં આ પ્રકારની સ્કીમની શક્યતા પ્રબળ બની છે. અગાઉ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોની લોન માફ કરશે. મળતા અહેવાલો પ્રમાણે મોદી સરકાર આ પ્રકારની સ્કીમ લાવવા વિચારી રહી છે. રેટિંગ એજન્સી ઇકરાએ કરેલાં અહેવાલ પ્રમાણે મોદી સરકાર દ્રારા વચગાળાના […]

Top Stories Business

દિલ્હી,

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે યુનિવર્સલ બેઝિક ઇન્કમનું વચન આપ્યા પછી બજેટમાં આ પ્રકારની સ્કીમની શક્યતા પ્રબળ બની છે. અગાઉ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોની લોન માફ કરશે.

મળતા અહેવાલો પ્રમાણે મોદી સરકાર આ પ્રકારની સ્કીમ લાવવા વિચારી રહી છે. રેટિંગ એજન્સી ઇકરાએ કરેલાં અહેવાલ પ્રમાણે મોદી સરકાર દ્રારા વચગાળાના બજેટમાં ગરીબો માટે લઘુતમ આવકની યોજના જાહેર થવાની શક્યતા છે.

જો કે આ યોજનાના કારણે લીધે કેન્દ્ર સરકારની તિજોરી પર વાર્ષિક ₹1.5 ટ્રિલયન અથવા જીડીપીના 0.7 ટકા જેટલો બોજ પડશે.અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ બોજો કૃષિ લોન માફી કરતાં ઓછો છે.

એજન્સીને આગામી બજેટમાં આવા પગલાની ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિક એડ્વાઇઝર અરવિંદ સુબ્રમણ્યમે 2016-’17ના ઇકોનોમિક સરવેમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમનો પ્રસ્તાવ મૂક્યો હતો.તેમણે નાગરિકોને આવી સ્કીમ દ્વારા ગેરંટેડ સામાજિક સુરક્ષા આપવાનું સૂચન કર્યું હતું.

અરવિંદ સુબ્રમણ્યમે દેશના તમામ લોકો માટે એક નિશ્ચિત લઘુતમ જીવનધોરણ નક્કી કરવા યુનિવર્સલ બેઝિક ઇન્કમની રકમ નાગરિકોના બેન્ક ખાતામાં જમા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

અરવિંદે તાજેતરમાં આ સ્કીમનું નવું વર્ઝન રજૂ કર્યું હતું.જેમાં ગ્રામીણ વિસ્તારો, કૃષિ ક્ષેત્રની સમસ્યા દૂર કરવાના અસરકારક વિકલ્પ તરીકે 60-80 ટકા ગ્રામીણ ગરીબોને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરની હિમાયત કરી હતી.

 ઇકોનોમિક સરવે 2016-’17માં ગરીબો માટે પ્રસ્તાવિત યુનિવર્સિલ બેઝિક ઇન્કમ સ્કીમ હેઠળની રકમ કરતાં આ આંકડો ઘણો ઓછો છે. ઇન્કમ સપોર્ટને કારણે કેન્દ્ર સરકાર પર ₹14.68 ટ્રિલિયન અથવા જીડીપીના 0.7 ટકા બોજ પડશે. તેનો અમલ કેન્દ્ર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ તરીકે કરવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખર્ચ વહેંચાશે. જેમાં કેન્દ્ર સરકારે જીડીપીના 0.43 ટકા અને રાજ્યોએ જીડીપીના 0.27 ટકા ખર્ચ કરવાનો રહેશે.

 જોકે, બેઝિક ઇન્કમ સ્કીમ લાવવામાં આવે તો સરકાર ક્રમશ: સબસિડી ઓછી કરી નાખશે. કારણ કે બંને પ્રકારની રાહતોથી સરકારી તિજોરી પર મોટો બોજ પડી શકે તેમ છે. હાલમાં સરકાર ખેડૂતોને ખાતર, વીજળી પર સબસિડી આપવા ઉપરાંત લઘુતમ ટેકાના ભાવ, કૃષિ પાક વીમા યોજના જેવા લાભ પણ આપે છે