Not Set/ બનાસકાંઠા/ બાઈક સવાર દંપતીને નડ્યો અકસ્માત, પતિની નજર સામે ગર્ભવતી પત્નીનું કમકમાટી ભર્યું મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ લોકો કોરોનાથી જોવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ માર્ગ અકસ્માતમાં કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ-થરાદ હાઈવે પરની છે. જ્યાં હાઈવે પર જતાં એક દંપતીને રોડ પર વચ્ચે આખલો આવી […]

Gujarat Others
d2b601bc2519dba40b397da855becf7a બનાસકાંઠા/ બાઈક સવાર દંપતીને નડ્યો અકસ્માત, પતિની નજર સામે ગર્ભવતી પત્નીનું કમકમાટી ભર્યું મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ લોકો કોરોનાથી જોવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ માર્ગ અકસ્માતમાં કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ-થરાદ હાઈવે પરની છે. જ્યાં હાઈવે પર જતાં એક દંપતીને રોડ પર વચ્ચે આખલો આવી જતાં અકસ્માત સર્જાયો હતો તેમજ પતિ-પત્ની રોડ પર પટકાયા હતા.

જો કે, હાઈવે પર પાછળથી આવતું ટ્રેલર ગર્ભવતી પત્ની પર ફરી વળતાં એનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. આની સાથે જ પોલીસને પણ જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠામાં આવેલ વાવ થરાદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વાવ તાલુકામાં આવેલ ભરડવા ગામમાં રહેતા રમેશભાઈ ગોહિલ એમની ગર્ભવતી પત્ની હંસાબેનને બાઇક પર લઈને સારવાર માટે થરાદ બાજુ જઈ રહ્યા હતા.

આ દરમિયાન રોડ પર વચ્ચે અચાનક જ આખલો આવી જતાં રમેશભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તથા બાઇક સવાર દંપતી હાઈવે પર પટકાયા હતા. એ સમયે પાછળથી પુર ઝડપે આવી રહેલ ટ્રેલર ગર્ભવતી મહિલા પર ફરી વળતા એનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.

પતિની સામે જ ગર્ભવતી પત્નીનું કમકમાટી ભર્યુ મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનેલ ઘટનાને કારણે આસપાસના લોકો વાહન ચાલકો તથા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.