Not Set/ બનાસકાંઠા/ વધુ એક તોડબાજ પોલીસ ઓફિસર ચડ્યા ACBની ઝપેટમાં…

હજુ તો રાજ્યમાં એક PSIની તોડબાજીનાં પડધા શાંત થયા નથી ત્યાર ફરી પાછા વધુ એક પોલીસ અધિકારી અને તે પણ PSI લાંચ અને તોડબાજીની કરતુતમાં ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, બનાસકાંઠાનાં વધુ એક તોડબાજ પોલીસ ઓફિસરને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડવામાં આવતા સમગ્ર પોલીસ બેડુ શરમસાર થયું છે.  વિગત વાર […]

Gujarat Others
70edf117d937cd8593dccbafe173a41d બનાસકાંઠા/ વધુ એક તોડબાજ પોલીસ ઓફિસર ચડ્યા ACBની ઝપેટમાં...

હજુ તો રાજ્યમાં એક PSIની તોડબાજીનાં પડધા શાંત થયા નથી ત્યાર ફરી પાછા વધુ એક પોલીસ અધિકારી અને તે પણ PSI લાંચ અને તોડબાજીની કરતુતમાં ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, બનાસકાંઠાનાં વધુ એક તોડબાજ પોલીસ ઓફિસરને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડવામાં આવતા સમગ્ર પોલીસ બેડુ શરમસાર થયું છે. 

વિગત વાર વાત કરવામાં આવે તો આગથળાનાં પોલીસ સબ ઇન્સપેક્ટર, બી કે ગૌસ્વામી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. એક ગુનાની તપાસ મામલે PSI દ્વારા રૂપિયા 40 હજારની લાંચ માંગવામાં આવી હતી. PSIની તોડબાજી પકડવા માટે પાલનપુર ACB દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું અને ફરી પાછા વધુ એક PSI લાંચ લેતા ઝડપાઇ ગયા છે.

d86038c9016ffe09b69db41ff3d6b035 બનાસકાંઠા/ વધુ એક તોડબાજ પોલીસ ઓફિસર ચડ્યા ACBની ઝપેટમાં...

PSI દ્વારા લાંચ માંગી નાણા જણાવેલ સ્થળે લઇ આવવા માટે કહેવામાં આવેલું. PSI દ્વારા નક્કી કરેલા સ્થળ એટલે કે, ડીસાનાં રાજમંદિર પાસે નાણાં લેવા આવતા જ ACBએ PSIને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સમગ્ર ઓપરેશન પાલનપુર ACBનાં PI – કે જે પટેલે દ્વારા સફળ રીતે પાર પાડી પોલીસની આબરુ લેતા અને પોલીસને બદનામ કરતા વઘુ એક પોલસી અધિકારીને છટકું ગોઠવી લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews