Not Set/ બનાસડેરીમાં વર્તમાન ચેરમેન શંકર ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી..

એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીનો જંગ મંડાણો છે ત્યારે હવે ઉમેદવારી પત્ર ભરવા માટે ફક્ત બે દિવસો જ બાકી હોવાથી આજે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી , બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે અને બનાસડેરીના પૂર્વ ચેરમેને પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જ્યાં શંકર ચૌધરીએ પોતાની જીતનો આશાવાદ સેવ્યો હતો.. એશિયાની સૌથી મોટી અને વર્ષે 12 હજાર કરોડનું […]

Gujarat Others
7dc8e12e28484f09e885ed472673b3a0 બનાસડેરીમાં વર્તમાન ચેરમેન શંકર ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી..

એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીનો જંગ મંડાણો છે ત્યારે હવે ઉમેદવારી પત્ર ભરવા માટે ફક્ત બે દિવસો જ બાકી હોવાથી આજે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી , બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે અને બનાસડેરીના પૂર્વ ચેરમેને પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જ્યાં શંકર ચૌધરીએ પોતાની જીતનો આશાવાદ સેવ્યો હતો..

એશિયાની સૌથી મોટી અને વર્ષે 12 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી બનાસડેરીની 19 ઓક્ટોમ્બરે ચૂંટણી યોજવવાની છે અને 20 ઓક્ટોમ્બરે તેનું પરિણામ છે જેને લઈને ગુજરાત સહિત દેશભરની નજર બનાસડેરીની ચૂંટણી પર મંડાણી છે ,જોકે હવે બનાસડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાના ફક્ત બે જ દિવસો જ બાકી હોવાથી આજે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા અને વર્તમાન નિયામક મંડળના 13 ડિરેક્ટરો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને જીતનો આશાવાદ વ્યક્ત કરતા તમને બનાસડેરીની ચૂંટણીનું ટર્ન ઓવર આગામી વર્ષોમાં અનેક ઘણું વધારીને પશુપાલકોના હિતમાં કામ કરવાની વાત કરી હતી..

જોકે આજે શંકર ચૌધરી શિવાય જિલ્લાના અનેક દિગ્ગજ નેતાઓએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં થરાદ મામલતદાર કચેરી ખાતે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલેનું ઉમેદવારી ફોર્મ તેમના પુત્ર શૈલેશ પટેલે પોતાના સમર્થકો સાથે જઈને ભર્યું હતું તો બીજી બાજુ પાલનપુરમાં બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળનું ફોર્મ તેમના પુત્ર વસંત ભટોળે તેમના સમર્થકો સાથે જઈને ભર્યું હતું..

બનાસડેરીની ચૂંટણી માટે આવતીકાલે બાકી રહેલા ઉમેદવારો પોતાનું ફોર્મ ભરશે જેમાં બનાસડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ પોતાનું ફોર્મ  ભરશે..માવજી દેસાઈએ શંકર ચૌધરી સામે ખુલ્લો બળવો કર્યો છે અને તેવો શંકર ચૌધરી સામે પેનલ બનાવે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે તો બીજી બાજુ સાંસદ પરબત પટેલે પણ શંકર ચૌધરી સામે માવજી દેસાઈ સાથે મળીને પેનલ બનાવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે તો બનાસકાંઠાના અનેક ખેડૂત આગેવાનો ,સહકારી ક્ષેત્રના આગેવાનો અને નેતાઓ શંકર ચૌધરીને હરાવવા એક થઈ ગયા હોવાની અનેક વાતો વહેતી થતાં જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે તો બીજી બાજુ રાજનીતિના એકકા ગણાતા શંકર ચૌધરીએ પોતાની પ્રતિષ્ઠા અને સત્તા ટકાવી રાખવા માટે છેલ્લા 6 માહિનાથી જ બનાસડેરીની ચૂંટણી જીતવા માટે અનેક યોજનાબદ્ધ રણનીતિ બનાવીને કામ શરૂ કરી દીધું હતું.

જોકે બનાસડેરીની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાતા હવે શંકર ચૌધરીએ પોતાની સત્તા ટકાવી રાખવા એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે તેમના હરીફો પણ ગુપ્ત બેઠકો કરીને ચૂંટણી જીતવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે.બનાસડેરીની ચૂંટણી આગામી 19 તારીખે યોજાવાની છે ત્યારે શંકર ચૌધરી દ્વારા તેમની પેનલ બિનહરીફ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે તો સામે પક્ષે શંકર ચૌધરીને હરાવવાના કારસા ઘડાઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે સાડા ત્રણ લાખ કરતા વધુ પશુપાલકો ધરાવતી બનાસડેરીનું સુકાન કોના હાથમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews