Not Set/ બરાક ઓબામાએ આપ્યું પોતાનું છેલ્લુ ભાષણ, મહિલાઓ અને મુસ્લિમો સાથે ભેદભાવ ના થાય

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ફેરવેલ સ્પિચ આપતી વખતે ભાવુક થઇ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઘરે પરત ફરીને સારુ લાગુ રહ્યું છે. બદલાવ ત્યારે જ આવે છે જ્યારે આમ આદમી તેમાં જોડાય છે. આમ આદમી જ બદલાવ લાવે છે. દરરોજ મે લોકો પાસેથી કઇને કઇ નવું શિખ્યું છે. આપણા દેશના નિર્ણાતાઓએ પોતાના સપના […]

Uncategorized
બરાક ઓબામાએ આપ્યું પોતાનું છેલ્લુ ભાષણ, મહિલાઓ અને મુસ્લિમો સાથે ભેદભાવ ના થાય

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ફેરવેલ સ્પિચ આપતી વખતે ભાવુક થઇ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઘરે પરત ફરીને સારુ લાગુ રહ્યું છે. બદલાવ ત્યારે જ આવે છે જ્યારે આમ આદમી તેમાં જોડાય છે. આમ આદમી જ બદલાવ લાવે છે. દરરોજ મે લોકો પાસેથી કઇને કઇ નવું શિખ્યું છે. આપણા દેશના નિર્ણાતાઓએ પોતાના સપના પૂરા કરવા માટે આજાદી આપી છે. અમારી સરકારે એ પ્રયાસ કર્યા છે કે, તમામ લોકો પાસે આર્થિક તક છે. અમે તે પણ પ્રયાસ કર્યા હતા કે, અમેરિકા ચેલેન્જનો સામનો કરવા તૈયાર રહે.

રંગભેદ પર પોતાના વિચાર રજૂ કરતા ઓબામાએ કહ્યું હતું કે, હવે સ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે. જેવા ઘણા વર્ષો પહેલા હતા. હવે તેવું જ છે. જો કે રંગભેદ અત્યારે પણ સમાજનો એક વિઘટનકારી તત્વ છે. આને ખતમ કરવા માટે લોકોને હ્યદય પરિવર્તનની જરૂરત છે. ફક્ત કાયદાથી કામ નહિ ચાલે.
તેમણે અમેરિકાની જનતાને અપિલ કરી હતી કે, અમેરિકાના મુસ્લિમો વિરુદ્ધ કોઇ પણ પ્રકારના ભેદભાવ ના કરવામાં આવે.
ભાષણ દરમિયાન બરાક ઓબામાં ભાવુક થઇ ગયા હતા. આ જોઇને તેમની પુત્રી અને પત્ની મિશેલની પણ આખો ભરાય આવી હતી. ઓબામાંએ કહ્યું કે, તે પોતાના પરિવારને લીધે સાર રાષ્ટ્રપતિ બની શક્યા છે.