Not Set/ બાબરી અંગેના ચુકાદા બાદ ઓવૈસીની પ્રતિક્રિયા, કહ્યું – શું મસ્જિદ જાદુથી તૂટી હતી?

બાબરી મસ્જિદ વિધ્વંશ મામલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે એલ કે અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, કલ્યાણસિહ, સાધ્વી ઋતંભરા સહિતના 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરતો ચુકાદો સંભળાવ્યો છે. જજે ચુકાદો સંભળાવતા કહ્યું કે આ ઘટના પૂર્વ આયોજિત નહીં પણ અચાનક બની હતી. કોર્ટના ચુકાદા બાદ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આજના દિવસને કાળા દિવસ તરીકે […]

Uncategorized
283d9f8083066e836a65b76f4a338d2b 1 બાબરી અંગેના ચુકાદા બાદ ઓવૈસીની પ્રતિક્રિયા, કહ્યું - શું મસ્જિદ જાદુથી તૂટી હતી?

બાબરી મસ્જિદ વિધ્વંશ મામલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે એલ કે અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, કલ્યાણસિહ, સાધ્વી ઋતંભરા સહિતના 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરતો ચુકાદો સંભળાવ્યો છે. જજે ચુકાદો સંભળાવતા કહ્યું કે આ ઘટના પૂર્વ આયોજિત નહીં પણ અચાનક બની હતી. કોર્ટના ચુકાદા બાદ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આજના દિવસને કાળા દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. 

ઓવૈસીએ કહ્યુ હતુ કે, આજે અદાલતના ઈતિહાસનો કાળો દિવસ છે.જો મસ્જિદ તોડવાનુ કાવતરુ નહોતુ તો શું જાદૂથી મસ્જિદપાડી દેવામાં આવી હતી.. હું એક ભારતીય મુસ્લિમ તરીકે આજે અપમાન, શરમ અને અસહાયતા મહેસૂસ કરી રહ્યો છું.આ જપ્રકારની લાગણી મને જ્યારે બાબરી મસ્જિદ તુટી ત્યારે થઈ હતી.

 AIMIM સાસંદે આ મામલે વિરોધ પ્રદર્શન કરતા કહ્યું કે, આ સમગ્ર મામલામાં  મુસલમાનોને ન્યાય નથી મળ્યો. સીબીઆઈની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કલ્યાણ સિંહે કહ્યું હતું કે પ્રતિબંધ બનાવવામાં માટે છે, તોડવા માટે નહીં. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે, 5 સપ્ટેમ્બરની રાત વિનય કટિયારના ઘરે બેઠક થઈ  હતી જેમાં લાલકૃષ્ણ અડવાણી પણ સામેલ થયા હતા. 

કોર્ટે ચુકાદો આપ્યા બાદ આરોપીઓ અને તેમના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.કોર્ટમાં ચુકાદા બાદ જય શ્રી રામનાનારા પણ લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.